________________
આશ્રયી પુરુષ) એ રાગનું મુખ્ય સાધન છે. કા૨ણ કે અન્ય સર્વ સામગ્રી તેના માટે જ હોય છે. તેથી સ્ત્રી પ્રત્યેનો (સ્ત્રી આશ્રયી પુરુષ પ્રત્યેનો) રાગ ટાળવા માટે તે સ્ત્રીઓના શરીરનું સ્વરૂપ વિચારવું. આ ચિંતન જો માત્ર જ્ઞેયભાવે જ કરાય તો આત્માને ઉપકા૨ી થતું નથી. કા૨ણ કે કોઈ પણ વસ્તુનું માત્ર ઊંડું જ્ઞાન મેળવવા માટે જ જો ચિંતન કરાય તો તે વિષય સંબંધી જ્ઞાન થાય તેથી માણસ વિદ્વાન બને, વક્તા બને, પરંતુ આત્મામાંથી તેનો રાગ જતો નથી. તેથી આત્મહિત થતું નથી. માટે જ ગ્રંથકાર કહે છે કે સમ્યગ્ બુદ્ધિપૂર્વક આ ચિંતન કરવું. એટલે સ્ત્રીના રાગ પ્રત્યે તિરસ્કાર જન્મ, ધિક્કાર પેદા થાય, તેના ભોગો પ્રત્યે જુગુપ્સનીયતા આવે તેવી રીતે હેયપણે વિચારવું. આ વિચારો યથાર્થપણે તો જ થઈ શકે જો પરમ તારક ગુરુ શ્રી તીર્થંકર પરમાત્માઓનાં વચનોથી ગર્ભિતપણે કરાય. અન્યથા સ્વ-મતિ કલ્પનાએ ચિંતન કરતાં સ્વરૂપ અસાર છે એમ કદાચ જણાય. પરંતુ તેના પ્રત્યેનો મોહ ક્ષય ન થવાથી આત્મા તે રાગથી વિરામ પામે નહીં. તેથી તે ચિંતન યથાર્થ તત્ત્વચિંતનરૂપ બને નહીં. તીર્થંકર પરમાત્મા પ્રત્યેના બહુમાનથી તથા તેમના શાસ્ત્રોનાં વચનોના આધારે જો ચિંતન કરવામાં આવે તો જ્ઞાનાવરણીય અને મોહનીયનો એમ બન્નેનો ક્ષયોપશમ થાય અને આ રીતે આવેલો તે વિરાગ દીર્ઘકાળ જીવી બને પરંતુ ક્ષણિક ન બને.
=
સ્ત્રીઓના શરીરનું તે સ્વરૂપ કેવું છે ? તે જણાવે છે કે કચરાથી ભરેલું છે. અહિં લમલ શબ્દ છે. તેનો બીજા ધાતુથી અર્થ વિચારતાં ‘“જંબાલ” એટલે કાદવ – કીચડ અર્થ સમજવો. માંસ-શોણિત વિગેરે શબ્દ સુપ્રસિદ્ધ જ છે. પુરીષ એટલે વિષ્ટા, અને કંકાલપ્રાય એટલે હાડકાંમય = હાડકાંનો માળો એવો શબ્દાર્થ જાણવો. ભાવાર્થ આ પ્રમાણે છે- લાવણ્યમય દેખાતું સ્ત્રીના શરીરની ચામડીનું રૂપ માત્ર બહારથી જ ચમકતું દેખાય છે. જો અંદરથી જોઈએ તો માંસ - રૂધિર વિષ્ટા અને હાડકાં રૂપ કાદવ - કીચડથી જ ભરેલું છે. જો શરીરની ચામડી ઉલટી કરવામાં આવે તો જોવું તો ન ગમે પરંતુ ત્યાં ઊભા રહેવું પણ ન ગમે. તથા વળી તેઓના એકેક છિદ્રમાંથી નીકળતા પદાર્થો અતિ દુર્ગન્ધમય અને જુગુપ્સનીય પ્રત્યક્ષ દેખાય છે. આવા શરીરને વિષે કે આત્મન્ ! રાગ કેમ કરાય ? સંપૂર્ણ શરીરનું તત્ત્વ (સ્વરૂપ) જ આ માંસાદિ અશુચિ પુદ્ગલોમય જ છે એમ વિચારવું. ॥ ૬૭॥
પ્રયાગમાં ૧૨ મેં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org