________________
“અવતાપ્રમંત્વા''ઇત્યાદિ પદોવાળી અને વિધિનાધારોને સમજાવનારી ૬૧મી ગાથાનું ૬૨થી ૬૬ ગાથામાં વ્યાખ્યાન કર્યું. હવે જ્ઞાત્વા તતઃ તિવિષયતત્ત્વ ઇત્યાદિ પદોવાળી ૬૦ મી ગાથાનું વિવેચન ૬૭ થી ૭૭ મી ગાથામાં સમજાવાય છે.
પ્રશ્ન:- આમ કરવાથી ઉત્ક્રમ નામનો દોષ લાગશે. કારણ કે ગાથાના ક્રમ પ્રમાણે ૬૦મી ગાથાનું વર્ણન કર્યા પછી ૬૧ મી ગાથાનું વિવેચન કરવું જોઈએ. તેને બદલે પ્રથમ ૬૧ અને પછી ૬૦ એમ ઊલટા ક્રમે ગાથાનું વિવેચન કરવાથી ઉત્ક્રમ નામનો દોષ સૂત્રકારને લાગશે ?
ઉત્તર :- અર્થવ્યાખ્યાનું અનુસરણ હોવાથી ઉત્ક્રમત્વ દોષની અસિદ્ધિ છે. ૬૦ મી ગાથામાં તત્ત્વચિંતન કરવાનું કહ્યું. હવે તત્ત્વચિંતન કરવું હોય તો તેની વિધિ કહેવી જ પડે. એટલે ૬૧ મી ગાથામાં વિધિ જણાવી, તત્ત્વચિંતન કરવા બેસતાં પહેલાં પ્રથમ વિધિ સાચવવી પડે પછી જ તત્ત્વચિંતન થાય એટલે ૬૨ થી ૬૬ માં પ્રથમ વિધિના અર્થો સમજાવી હવે ૬૭ થી ૭૭માં તત્ત્વચિંતન સમજાવાશે આ પ્રમાણે વિધિની આવશ્યક્તા પહેલી એટલે તેના અર્થોનું વ્યાખ્યાન પણ પહેલું કહીને પછી તત્ત્વચિંતનનું વિવેચન કરેલું છે. માટે ઉત્ક્રમ દોષ લાગતો નથી.
પ્રશ્ન :- જો ૬૨ થી ૬૬માં પ્રથમ વિધિનું પ્રતિપાદન અને પછી ૬૭થી ૭૭માં તત્ત્વચિંતનનું પ્રતિપાદન કરો છો. તો પછી સૂત્રમાં ક્રમ ઉલટો કેમ કહ્યો? પ્રથમ ૬૦ મી ગાથામાં તત્ત્વચિંતન અને પછી ૬૧ ગાથામાં વિધિપ્રતિપાદન એમ સૂત્રમાં ઊલટું કેમ કહ્યું?સૂત્રમાં પણ પ્રથમ વિધિપ્રતિપાદન કરીને પછી જ તત્ત્વચિંતનનું પ્રતિપાદન કહેવું જોઈએ ને ?
ઉત્તર :- ૫૯ મી ગાથામાં રાગ-દ્વેષ અને મોહની વ્યાખ્યા જણાવી છે. તેની અનંતરપણે સૂત્ર (ગાથા) ૬૦ મી આવે, તેથી તે ૬૦ મી ગાથામાં રાગાદિના તત્ત્વચિંતનની વાત કરી છે. આ પ્રમાણે ૧૯ મી ગાથાના અનન્તરપણે રાગાદિના ચિંતનનો યોગ હોવાથી સૂત્રમાં આવી રચના કરી છે. કારણ કે રાગાદિના સ્વરૂપને (૫૯મી) ગાથામાં કહીને એ સ્વરૂપ જાણીને તે રાગાદિના વિષયોનું તત્ત્વ ચિંત્વન કરવું જ જોઈએ એમ સમજાવવા માટે સૂત્રનો આ ક્રમ યોગ્ય જ છે. આ પ્રમાણે પ૯મી ગાથાના સૂત્રના સંબંધથી ૬૦ મી ગાથાના સૂત્રમાં તત્ત્વચિંતન જણાવ્યું. હવે તે તત્ત્વચિંતન કેવી રીતે કરવું? તેમાં કંઈ વિધિ સાચવવાની છે? કે નહીં?
# મીતિક છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org