________________
गुरुदेवताभ्यो जायतेऽनुग्रहः, प्रणामादिति गम्यते । "अधिकृतस्य' = તપિયતત્ત્વાલિન્તિનચ“તતઃ' = અનુદાત્ર “સિદ્ધિઃ' = નિષ્પત્તિઃ 'અષ = અનુ 'સમિતિઃ' = ગુરુદેવતાનિમિત્તા, "તથાડામાવાત'' = तबहुमानालम्बनाद्"विज्ञेयः"-ज्ञातव्यः, एवंतदा तद्भावेन तन्माध्यस्थ्यादौ રૂતિ માથાર્થ | દુર |
ગાથાર્થ - ગુરુ અને દેવને પ્રણામ કરવાથી અનુગ્રહ થાય છે. તે અનુગ્રહથી અધિકૃત-તત્ત્વચિંતનની સિધ્ધિ થાય છે. આ પ્રમાણે તે ગુરુ-દેવ પ્રત્યે બહુમાન વાળો આત્મભાવ થવાથી આ અનુગ્રહ તગ્નિમિત્તક કહેવાય છે. તે ૬૨ ||
ટીકાનુવાદ - ગુરુ અને દેવને પ્રણામ કરવાથી તેમના પ્રત્યે પૂજ્યભાવબહુમાનભાવ થવા રૂપ આપણા આત્માનો અનુગ્રહ (ઉપકાર) થાય છે. અહીં મૂળગાથામાં “પ્રણામ” શબ્દ નથી. છતાં પૂર્વાપરના પ્રસંગથી-અધ્યાહારથી આ પ્રણામ શબ્દ જણાય છે. ગુરુ અને દેવ ભલે વૈરાગી અને વીતરાગી છે. તથાપિ તેમને કરેલો હાર્દિક પ્રણામ તેમના પ્રત્યે “આ મારા પરમ ઉપકારી છે. તેઓએ જ મને સત્યમાર્ગ બતાવ્યો છે. તેઓએ જ મારું કલ્યાણ કર્યું છે” આવા પ્રકારનો હાર્દિક જે અહોભાવ છે તે જ નમસ્કાર કરનારા આત્માના જ્ઞાનાવરણીય અને મોહનીયાદિ કિલષ્ટકર્મોનો ક્ષણમાત્રમાં નાશ કરે છે. આ જ તેઓનો યોગી ઉપર અનુગ્રહ છે. ગુરુ અને દેવનો યોગી ઉપર આ જ પરમ ઉપકાર છે.
જો આ સંસારમાં ગુરુ અને દેવ હોત જ નહીં તો તેમને પ્રણામ થાત નહીં, જો પ્રણામ ન થાત તો કિલષ્ટ કર્મોનો નાશ ન થાત. કિલષ્ટ કર્મોનો નાશ ન થાત તો તત્ત્વચિંતનની ભૂમિકા આવત નહીં. માટે તત્ત્વચિંતનમાં પ્રણામ અને કિલષ્ટ કર્મોનો નાશ કરવા દ્વારા પરંપરાએ ગુરુ અને દેવ પરમ નિમિત્ત છે.
નિશ્ચયનયથી ગુરુ અને દેવને કરાતો નમસ્કાર, તેમના પ્રત્યેનો પૂજ્યભાવ એ જ યોગીના કિલષ્ટ કર્મોનો નાશ કરે છે. પરંતુ વ્યવહારનયથી ગુરુ અને દેવ કિલષ્ટ કર્મોનો નાશ કરે છે એમ જ સમજવું જોઈએ, કારણ કે એમણે યોગસાધનામાં સિદ્ધિ મેળવી છે. તેથી તેમને પ્રણામ કરાય છે, ભીંતને કંઈ પ્રણામ કરાતા નથી. ભીંતે સિધ્ધિ મેળવી નથી તેથી પ્રણામનું કારણ મેળવેલી સિદ્ધિ છે અને તે સિધ્ધિ ગુરુ તથા દેવમાં છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને પ્રણામ કિલષ્ટકર્મોનો
I યોગશક ૨૦ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org