________________
વીતરાગી સમજી તેમને ભાવપૂર્વક કરેલો હૈયાનો નમસ્કાર જ ફળ આપનાર બને છે. તેઓ પ્રત્યેનું બહુમાન પૂજ્યભાવ-અહોભાવ જ આપણાં કર્મોને તોડનાર છે. અને કર્મો તૂટવાથી અવરાયેલું ફળ પ્રાપ્ત થાય છે. પ્રભુ કે ગુરુ ફળના દાતા નથી. પરંતુ તેઓ કંઈ ન કરતા હોવા છતાં તેના પ્રત્યેના અતિસદુભાવપૂર્વકના પ્રણામથી ફળપ્રાપ્તિ થાય છે. તેથી તે ફળપ્રાપ્તિ તેઓમાં ઉપચરિત કરાય છે. જેમ પુસ્તક નિર્જીવ છે. કંઈ પણ કરવા અસમર્થ છે. છતાં તેના પ્રત્યે અતિશય આદરભાવ રાખીને તેનું સેવન કરનારાને સ્વયં જ્ઞાનાવરણીય કર્મો તૂટવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. છતાં આ પુસ્તકમાંથી મને જ્ઞાન મળ્યું એમ ઉપચાર કરીને કહેવાય છે. તેમ દેવ-ગુરુને આદરભાવ પૂર્વક પ્રણામવિશેષ કરવાથી કર્મો તૂટે છે. અને કર્મો તૂટવાથી અકલ્પ સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. છતાં તે અકથ્ય સિધ્ધિઓ ગુરુ અને દેવની કૃપાથી જ મળી છે. એમ ઉપચાર કરાય છે. માટે તે ગુરુ અને દેવથી અનુગૃહીત થયેલા, તેઓ પ્રત્યેના બહુમાનના ભાવમાં લીન બનેલા) એવા આત્માએ તે રાગાદિના નિમિત્તાનું સ્વરૂપ વિચારવું.
(૫) કેવી રીતે બેસીને વિચારવું : પવાસનાદિ આસનવિશેષ પૂર્વક બેસીને આ તત્ત્વ ચિંતન કરવું. અહીં આદિ શબ્દથી પર્યકાસન-કાયોત્સર્ગ આદિ શાસ્ત્રોક્ત ઉચિત આસનો અને મુદ્રાઓ સમજી લેવી. આવું આસનવિશેષ રાખવાનું શું પ્રયોજન છે ? તો ગ્રંથકારશ્રી જણાવે છે કે કાયાના નિરોધ માટે આ આસનવિશેષ છે. આસનવિશેષથી કાયા સ્થિર થાય છે. ચંચળતા દૂર થાય છે. તત્ત્વચિંતનમાં કાયાની સ્થિરતા, ચંચળતાનો ત્યાગ અતિ આવશ્યક છે. આ વિધિથી એમ સમજાય છે કે લાંબા પગ કરીને બેસીએ, બાંકડા આદિ ઉપર બેસીએ, ઉભડક પગે બેસીએ, અથવા બીભત્સ રીતિએ બેસીએ તે ધર્મ આરાધના સમયે બિલકુલ ઉચિત નથી. આત્માર્થી આત્માઓએ આડા-અવળા તર્કો ત્યજીને સત્ય માર્ગ સ્વીકારવો એ જ હિતકારક છે.
(૬) કાયા ઉપર ડાંસ-મચ્છર અને આદિ શબ્દથી માંકડ-માખી-કીડીના (કવચિત વીંછી-સર્પાદિના) ડખોને પણ નહીં ગણકારીને આ તત્ત્વચિંતન કરવું, ઉપસર્ગપરિષદો આવે તેની સામે આત્મા સહનશીલ બને તો જ પોતાનું સાચું સત્ત્વ, અર્થાત્ સાચું વીર્ય પ્રગટ થાય, તેનાથી તત્ત્વચિંતન વેગવાન બને, જેટલું સત્ત્વ = વીર્ય
ED યોગકાતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org