________________
અવતરણ:- સ્થાનાાિનાદિ- પદ્માસન આદિ સ્થાનોના (મુદ્રાના) ગુણો જણાવે છે –
ठाणा' कायनिरोहो, तक्कारीसु बहुमाणभावो अ। दंसाइ' अगणणम्मि 'वि, वीरियजोगो य इट्ठफलो ॥ ६४ ॥
"स्थानात्"-पद्मासनादेःकायनिरोधो भवति। तत्कारिषु"= अन्ययोगिषु गौतमादिषु बहुमानभावश्च,शुभाभिसन्धिना तच्चेष्टानुकारात्।दंशाद्यगणनेऽपि सति वीर्ययोगः चशब्दात् तत्त्वानुप्रवेशश्च "इष्टफलः" योगसिद्धिफलः । इति માથાર્થ છે ૬૪ છે.
ગાથાર્થ - પદ્માસનાદિ આસનવિશેષથી કાયાનો નિરોધ થાય છે. અને તે યોગ સેવનારા અન્ય યોગિમહાત્માઓ પ્રત્યે બહુમાનનો ભાવ થાય છે.
તથા દંશાદિને નહિ ગણકારવામાં પણ વર્ષોલ્લાસની વૃદ્ધિ અને ઈષ્ટફળની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. || ૬૪ ||
ટીકાનુવાદ - સ્થાન - ઉર્ણ - અર્થ - આલંબન અને નિરાલંબન એમ પાંચ પ્રકારનો યોગ છે. તેના ઈચ્છા પ્રવૃત્તિ ધૈર્ય અને સિદ્ધિથી ૨૦ ભેદો થાય છે. અને તેના પણ પ્રીતિ - ભક્તિ - વચન અને અસંગ એમ પ્રતિભેદોનો ગુણાકાર કરતાં ૮૦ ભેદો પણ યોગના થાય છે. જે “યોગવિંશિકા”માં સમજાવવામાં આવ્યા છે. તેમાં “સ્થાન” એ પણ એક યોગ છે અને તે પ્રથમભેદ છે. સ્થાન એટલે જ પદ્માસન - વીરાસન - પર્યકાસન, ગોદોહાસન - સિદ્ધાસન વિગેરે યોગસાધક આસનવિશેષો.
રાગાદિના સ્વરૂપનું ચિંતન કરવા બેસવું છે. તે પ્રસંગે આ આસનવિશેષો કાયાનો વિરોધ કરાવવા દ્વારા તત્ત્વ ચિંતનમાં અતિશય મદદગાર થાય છે. આ આસનવિશેષોથી કાયા અત્યંત સ્થિર બની જાય છે. ચંચળતા અને અસ્થિરતા નષ્ટ થાય છે. શરીરમાં રહેલા વાત – પિત્ત - કફાદિ દોષો શાન્ત થઈ જાય છે. આવા પ્રકારની કાયાની અત્યન્ત સ્થિરતા થવાથી આત્મસંપ્રેક્ષણ સરળ અને સફળ બને છે.
તથા અંગોપાંગને સંકોચી રાખવાથી શરીરની ઈન્દ્રિયોમાં વિકારી -વાસનાઓ અને કામુકવૃત્તિઓ ક્ષીણ થઈ જાય છે. ઈન્દ્રિયો તરફ સતત ખેંચાતી દૃષ્ટિ અને મન અટકી જાય છે. તથા સંલીનતા નામને આ બાહ્ય તપ પણ થઈ જાય છે.
યાગાતક ( ૨૦૦ p.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org