________________
તેવા પ્રકારની એકલીનતાથી રાગાદિની યથાર્થ પરિસ્થિતિનું તત્ત્વભાસન થાય છે. અહીં આ તત્ત્વશાસન એ જ ઇષ્ટસિદ્ધિનું પ્રધાન અંગ (કારણ) છે. I ૬૫
ટીકાનુવાદ :- જે વિષયનું ચિંતન ચાલુ કરવાનું છે. તે રાગાદિના વિષયો (સ્ત્રી આદિ)ના ૬૭ થી ૭૭મી ગાથામાં બતાવાશે તેવા પ્રકારના તત્ત્વચિંતનમાં પ્રાપ્ત કરી છે એકાગ્રતા જેણે એવા યોગીને તેવા પ્રકારની લયલીનતા પ્રાપ્ત થવા રૂપ ઉપયોગવિશેષથી પ્રસ્તુત વસ્તુનું વાસ્તવિક તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. કોઈ પણ વસ્તુનું ઊંડું સૂક્ષ્મ જ્ઞાન મેળવવા માટે એકાગ્રતા - અત્યંત આવશ્યક છે. બહારની દુનિયાના પદાર્થોથી દૂર થઈ એકાન્તમાં વિવલિતવિષયના વિચારમાં ગરકાવ થઈ જાય. બહાર સિંહની ગર્જનાઓ અને રાક્ષસી તોફાનો સંભળાય તોપણ જેનું ચિત્ત ચલિત ન થાય એટલો બધો ચિંતનમાં એકાકાર બની જાય ત્યારે જ તેને તે વિષયનું સાંગોપાંગ યથાર્થ તત્ત્વશાસન પ્રાપ્ત થાય છે. રાગના વિષયો સ્ત્રી આદિ, દ્વેષના નિમિત્તો જીવ – પુદ્ગલો, અને મોહના નિમિત્તો મિથ્યાત્વ આદિ કેવાં અસાર છે! તુચ્છ છે ! ભ્રામક છે ! માંસ - રૂધિરાદિના ભંડારો જ છે. ઈત્યાદિ આગળ જણાવાશે તેવું યથાર્થ તત્ત્વજ્ઞાન આ એકાગ્રતાથી પ્રાપ્ત થાય છે.
આ તત્ત્વજ્ઞાન જ ઈષ્ટસિદ્ધિનું એટલે યથાર્થ યોગદશાની સિદ્ધિનું પ્રધાનતર અંગ છે. સર્વે પણ લબ્ધિઓની પ્રાપ્તિમાં નિમિત્તભૂત સાકારોપયોગ (એકાગ્રતા) જ છે. તેમ વિષયોની યથાર્થ પરિસ્થિતિનું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ તેની અંદર ગરકાવ થઈ જવું એ જ પ્રધાનતર કારણ છે. એ જ સૂક્ષ્મ અને વાસ્તવિક જ્ઞાન કરાવે છે. અહીં શ્રેષ્ઠ શબ્દ લખીને આચાર્યશ્રી આ સાતે વિધિમાં આ “એકાગ્રતા” એ પ્રધાનકારણ છે એમ પણ જણાવે છે. તથા ત્રીજી વિધિમાં સંપૂર્ણ સામગ્રી બતાવી છે અને આ સાતમી વિધિમાં એકાગ્રતા બતાવી છે માટે ત્રીજી અને સાતમી વિધિ અપેક્ષાએ કથંચિત્ ભિન્ન છે એમ પણ જાણવું.
સંક્ષેપમાં (૧) તીર્થંકર પ્રભુની આજ્ઞા પ્રમાણે, (૨) એકાન્તાવસ્થામાં, (૩) સંપૂર્ણ સામગ્રી સાથે સમ્યગૂ ઉપયોગપૂર્વક, (૪) ગુરુ તથા દેવને પ્રણામ કરવા પૂર્વક, (૫) પદ્માસનાદિ આસને બેઠક કરીને (૬) ડાંસ - મચ્છરને નહિ ગણકારીને, (૭) તે વિષયના ચિંતનમાં ચિત્ત લગાવીને = એટલે એકાગ્ર બનીને આ રાગાદિનાં નિમિત્તોનું તત્ત્વચિંતન કરવું. આ સાત વિધિયુક્ત કરાયેલા તત્ત્વચિંતનથી યથાર્થ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને તત્ત્વજ્ઞાનથી જ ઈષ્ટ એવા યોગની સિદ્ધિ થાય છે.
I ગતક જ રછક A
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org