________________
સાધકદશા વર્તે છે. તેવી સાધકદશા કેવલીભગવાનને હોતી નથી પરંતુ નિષ્પન્નયોગદશા હોવાથી ૧૩ મા ગુણસ્થાનકથી શૈલેશીપર્યન્ત માત્ર ઔદયિકભાવને અનુભવવા રૂપ યોગ જ અયોગીઅવસ્થા રૂપ યોગદાની પ્રાપ્તિનો, અને નિર્વાણાવસ્થા રૂપ યોગદશાની પ્રાપ્તિનો ઉપાય છે. તેથી છદ્મસ્થ કરતાં કેવળીમાં યોગસાધનનો ઉપાય અન્ય છે.
અન્યદર્શનીય શાસ્ત્રોમાં પણ આવું જે કહ્યું છે કે ‘‘નિષ્પન્ન યોગીઓને જે અધિકાર (કર્યોદય રૂપ) પ્રાપ્ત થયો છે તે અનુભવીને તેની નિવૃત્તિ કરવી. પૂર્ણાહૂતિ કરવી, એવા ફળવાળો સાંસિધ્ધિક=સહજ=સ્વાભાવિક જ યોગ હોય છે.’’ તે અન્ય દર્શનીઓનું કહેવું પણ અહીં અવિરૂધ્ધ જ છે. કારણકે અર્થથી જૈનદર્શનનું કથન અને ઈતર દર્શનનું કથન તુલ્યયોગક્ષેમવાળું જ છે.
જો કે કેવળજ્ઞાની ભગવન્તો સમુદ્દાત દ્વારા સત્તા અને ઉદયમાં રહેલાં કર્મોનો ઘાત કરવાની શક્તિ ધરાવે છે. અને તે શક્તિ વડે સર્વે કર્મો તેઓને વશવર્તી છે, તો પણ સહજભાવે ધર્મદેશના આપવી, વિહાર કરવો, ઈત્યાદિ રૂપ તેવા પ્રકારનો સાંસિધ્ધિક યોગ જ ભગવાનને હોય છે.
કેવળી અવસ્થા આવ્યા પછી અનંતવીર્ય પ્રગટ થવાના કારણે ‘‘મંજુરીવ છાં, મેરું લખ્યું પદું વારં’' આવી શક્તિ હોવાથી પોતાનાં કર્મોની ઉથલ-પાથલ કરવાની પણ શક્તિ તેઓને વશવર્તી છે. તથાપિ કેવલી ભગવાન તેવું કદાપિ કરતા નથી. પૂર્વબદ્ધ કર્મોદયને અનુસરી ભોગવીને જ પૂર્ણ કરે છે. અન્તે દીર્ધ સ્થિતિ બાકી રહે તો કેવલીસમુદ્દાત કરે છે. એટલે તેઓની આ સધળી પ્રવૃત્તિ સાંસિધ્ધિક-સહજસ્વાભાવિક હોય છે. માટે ૫૦/૫૨ મી ગાથામાં કહેલો અને કહેવાતો યોગનો ઉપાય તેઓ માટે નથી પરંતુ તે ઉપાયો તો ફક્ત ઘટમાનયોગી અને પ્રવૃત્ત યોગી માટે જ છે.
ત્યાં પણ જે અપુનર્બન્ધક અવસ્થા પામ્યા છે તે જીવોમાં મિથ્યાત્વ મંદ થયું છે. પરંતુ હજુ મિથ્યાત્વાદિ ત્રણ દર્શનમોહનીય અને અનંતાનુબંધી આદિ ચાર કષાયોનું જોર અતિશય મંદ થયું નથી, તેથી આ ઘટમાનયોગીમાં ચતુઃશરણ આદિ ઉપાયો હોય તો છે પરંતુ હજુ આ જીવોની ભૂમિકા વિશિષ્ટ ન હોવાથી, તેટલો વિશિષ્ટ ક્ષયોપશમ ન હોવાથી, તેટલું આત્મબળ વિકાસ પામ્યું ન હોવાથી સમ્યગ્દષ્ટિ આદિ જીવોમાં જેવા આ ઉપાયો વિકાસ પામે છે. તેવા આ ઉપાયો ત્યાં હોતા નથી.
(યોગશાક ૦૧૩૪॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org