________________
ટીકાનુવાદ : ૫૨/૫૩મી ગાથામાં જણાવ્યા મુજબ આત્મકલ્યાણનો ઈચ્છુક મુમુક્ષુ આત્મા પોતાના આત્માને નિષ્પન્નયોગી બનાવવા માટે અને અનાદિનાં આ બંધનોની જાળમાંથી કાયમની મુક્તિ મેળવવા માટે ભાવનાશ્રુતપાઠ અને તીર્થશ્રવણ દ્વારા પોતાને સવિશેષ જાગ્રત કરીને ગુરુના અવલંબને એકાન્તમાં જાણે આત્મા સાથે વાર્તાલાપ કરતો હોય ! આત્માને જાણે કંઈ સમજાવતો હોય ! તેમ આ પ્રમાણે પોતાના આત્માને દોષોથી બચાવવા સ્વદોષોનું દર્શન કરવારૂપ ‘“આત્મસંપ્રેક્ષણ’’ કરે છે કે હે આત્મન્ ? તને કોણ અતિશય પીડે છે ? શુ રાગ પીડે છે ? શું દ્વેષ પીડે છે ? કે શું અજ્ઞાન તને પીડે છે ?
અહીં ઈષ્ટવસ્તુઓ પ્રત્યેની જે આસક્તિ – મમતા-મૂર્છા - ઈષ્ટપણાની બુદ્ધિ તે રાગ સમજવો. અભિષ્યંગ = આસક્તિ. તે આત્માને રંગે છે, ઉદાસીનતામાંથી રાજી-રાજી કરી નાખે છે, મુખાકૃતિ જ બદલાઈ જાય છે, માટે ‘‘ર્બ્નનમિતિ રાજ:’ તેને રાગ કહેવાય છે. આ ભાવરાગ છે. વસ્ત્રાદિને રંગે તે દ્રવ્યરંગ અહીં નથી લેવાનો, તથા બંધાયેલાં અને સત્તામાં રહેલાં તિમોહનીયાદિ કર્મો - કર્મપુદ્ગલો તે પણ દ્રવ્યરાગ તે પણ નથી લેવાનો, પરંતુ રતિમોહનીયાદિ કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલી આસક્તિ રૂપ આત્માની વૈભાવિક પરિણતિ જે ભાવાત્મક છે. પુદ્ગલાત્મક નથી તે સમજવાની છે. તે આસક્તિ એ જ ભાવરાગ કહેવાય છે. તેવી જ રીતે અનિષ્ટ વસ્તુઓ પ્રત્યે જે અપ્રીતિનો ભાવ તે દ્વેષ સમજવો. આ પણ ભાવદ્વેષ જાણવો, અપ્રીતિ આત્મક આત્માનો જે અધ્યવસાય-પરિણામ તે ભાવાત્મક છે માટે તે ભાવદ્વેષ અહીં સમજવો, પરંતુ પૂર્વબદ્ધ અને સત્તામાં કે ઉદયમાં આવેલ અરતિમોહનીયનાં કર્મપુદ્ગલો તે અહીં ન સમજવાં, કારણ કે તે દ્રવ્યદ્વેષ છે. રાગ અને દ્વેષનાં આ સ્વરૂપલક્ષણો છે. લક્ષણો બે જાતનાં હોય છે ઃ (૧) વસ્તુમાં રહેલું અને વસ્તુને ઓળખાવનારું જે લક્ષણ તે સ્વરૂપલક્ષણ. આ લક્ષણ લક્ષ્યથી અભિન્ન હોય છે. જેમ કે અગ્નિનું પ્રકાશકત્વ, દાહકત્વ, જળનું શીતળતા ઈત્યાદિ લક્ષણો તે સ્વરૂપલક્ષણો જાણવાં. (૨) વસ્તુથી ભિન્ન રહેલું અને વસ્તુને જણાવનારું જે લક્ષણ તે વ્યંજલક્ષણ કહેવાય છે. જેમકે વહ્નિનું ધૂમવત્ત્વ આ લક્ષણ લક્ષ્યથી ભિન્ન હોય છે. અહીં આસક્તિ અને અપ્રીતિ તે રાગ – દ્વેષનું સ્વરૂપ લક્ષણ છે. લક્ષણ લક્ષ્યથી અભિન્ન છે. માટે આત્મ પરિણામ એ જ ભાવરાગ અને ભાવદ્રેષ અહીં સમજવા. તથા ‘‘અજ્ઞાન’’ તે મોહ છે. આત્માને હિતાહિતમાં જે મુંઝવે, વિવેકશૂન્ય બનાવે તે “મોહનં તિ’= મોહ કહેવાય છે. આ ત્રણ દોષો છે.
:
યોગશતઃ - ૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org