________________
આત્મસંપ્રેક્ષણ કરનાર મહાત્મા વિચારે છે કે ઉપરોક્ત આ રાગાદિ ત્રણ દોષોમાંથી મને અતિશય કોણ પીડે છે ? તેની ગવેષણા કરે.
આ સંસારમાં શારીરિક રોગો જેવા કે કેન્સર, કીડની, ટીબી-લકવા લોકોને પીડે છે એમ સૌ માને, પરંતુ કામવાસના, ક્રોધ, અહંકાર, અને અજ્ઞાનતા આત્માને પીડે છે એમ કોણ માને ? પરંતુ કોઈ પણ પદાર્થ પ્રત્યે બંધાયેલો રાગ ઈતર વસ્તુઓમાં નાખુશીભાવ પેદા કરે, ઈષ્ટવસ્તુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બેચેની ઉત્પન્ન કરે, તમામ વિવેકાથી શૂન્ય બની જાય, તેની પ્રાપ્તિ માટે અન્યાય - અનીતિ-છળ અને પાપો કરવામાં કંઈ કમીના ન રાખે. ભવોભવ બગાડે, લોકોમાં હાંસીપાત્ર બનાવે, રાવણ સીતાના રાગમાં વિનાશ પામ્યા, પતંગિયાં દીવાના પ્રકાશના રાગમાં જ બળી મરે છે. ઈલાચી નટવીના રાગમાં જ નટ બન્યા, ભમરાઓ ફુલની સુગંધના રાગે જ મરણશરણ થાય છે.
દ્વપ પણ મનમાં ક્લેશ ઉત્પન્ન કરે છે. નિરર્થક કષાયો લાવે છે. સંગ્રામો ઊભા કરે છે. ચિંતામાં જ શરીર ક્ષીણ કરાવે છે. અકાળે જ અવસાન લાવે છે. ઘરનાં કાર્યોમાં અને પરિવારમાં પણ પ્રીતિભંગ કરાવે છે. ભવોભવમાં વૈરની પરંપરા ચાલે છે. કમઠયોગી, અગ્નિશર્મા, અને ચંડકૌશિકની કથા દ્વેષના વિષયમાં જાણીતી છે. અજ્ઞાન પણ સંસારમાં ડુબાડે છે, તત્ત્વાતત્ત્વના અવિવેકી બનાવે છે, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કરાવી ભવપરંપરા વધારે છે, તત્વમાર્ગથી દૂર રાખે છે, “આત્મા” જેવા શુદ્ધ – બુદ્ધ તત્ત્વની ઓળખાણ થવામાં જ અડચણ રૂપ બને છે, સંસારની લીલા જ ઉપાદેય જણાય છે. આ ત્રણે દોષો અનંત ભવભ્રમણમાં ભટકાવે છે. તે આત્મન્ ! ભૂતકાળમાં બનેલાં અનેક દૃષ્ટાન્તો આ વાતની સાક્ષી પૂરે છે. તેથી તું તને ઓળખ, ક્યા દોષો તને વધારે પડે છે ? જે દોષો વારંવાર તને પીડતા. હોય તેને દૂર કરવા માટે હવે જણાવે છે તેમ તેના ઉપાયોનો તું આશ્રય કર. ગાથા ૬૭ આદિમાં ઉપાયો જણાવાશે તેને ધ્યાનથી ચિંતનમાં જોડ, આ ઉપાયો તારે જ અપનાવવાના છે. ઊંડી આત્મ ખોજ કર, રોગ કરતાં રાગ ભવોભવમાં મારનાર હોવાથી ભયંકર છે. દુઃખ કરતાં ષ ચિરકાળ પડનાર હોવાથી દુઃખદાયી છે. સ્ત્રીના શરીરની ચામડીનું રૂપ જોવા કરતાં એ જ ચામડી મળ-મૂત્ર-માંસાદિનો કોથળો જ છે. એમ વિચારવું એ જ ઉપાય છે એકાન્તમાં બેસી આ પ્રવૃત્તયોગી આત્મા આવા આવા ઉત્તમ વિચારો કરે છે.
- I યોગટાતક ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org