________________
"चिन्तयेत्"= भावयेत् । "आज्ञया दृढम्''= आज्ञया-वीतरागवचनलक्षणया હેતુભૂતયા, તથાસ્તત્ત્વવામાવિહેતુવાત, દમ''= પ્રત્યર્થ, “vરિત્ર'= તિ देशीपदं एकान्तार्थवाचकम्, एकान्ते-विविक्ते, तत्र व्याघाताभावात्, "सम्यगुपयुक्तः''= साकल्येन विहितक्रिया समेतः, सामग्रीसाध्यत्वाद् अभिप्रेतकार्यस्य । इति गाथार्थः । ॥ ६० ॥
ગાથાર્થ-પોતાના આત્માને રાગાદિદોષ બહુલ જાણીને ત્યારબાદ તે રાગાદિના વિષય ભૂત (નિમિત્તભૂત) એવા સ્ત્રી આદિના (૧) સ્વરૂપને, (૨) પરિણામને, અને (૩) વિપાકદોષોને જિનેશ્વર પ્રભુની આજ્ઞાને અનુસાર એકાન્તમાં સમ્યમ્ ઉપયોગપૂર્વક આ રીતે (હવે ૬૭મી ગાથાથી જણાવે છે તેમ) અતિશયપણે વિચારવા | ૬૦ |
ટીકાનુવાદ :- “ પડ કે મિસિ” = ઉપરોક્ત ૫૯ મી ગાથાના ચરમપદમાં કહ્યા મુજબ ભાવનાશ્રુતપાઠ કંઠસ્થ કરીને, વારંવાર તેનું અતિશયપરિશીલન કરીને, આત્માને વૈરાગ્ય-સંવેગાદિ વાસનાઓથી વાસિત બનાવીને, ગુરુજીની પાસે તીર્થ શ્રવણ કરીને અત્યન્ત મોક્ષાભિલાષી બનેલો આ આત્મા એકાન્તમાં બેસીને મનમાં વિચાર કરે કે આ ત્રણ દોષોમાંથી પ્રતિદિન મને વધારે કોણ પીડે છે? એ વિચારણા કરતાં જણાયું કે સ્ત્રી-પુત્ર-ધનાદિ વિષયો મળતાં જ રાગ પીડે છે. શત્રુ અને સુખના પ્રતિબંધક ભાવો સામે આવતાં દ્વેષ પડે છે. અને કુદેવ-કુગુરુ આદિન નિમિત્તો મળતાં જ અજ્ઞાન મને બહુ પીડે છે. માર્ગભ્રષ્ટ બનાવે છે. વારંવાર તેના જ વિચારોમાં ઓતપ્રોત બની જાઉં છું, હું મુંઝાઈ જાઉં છું. પ્રાપ્ત થયેલી આટલી ભૂમિકા હારી જવાના ભયથી રડું છું.
જ્યારે આવું જણાય ત્યારે આત્માને આવા પ્રકારનો રાગાદિદોષબહુલતા વાળી જાણીને ત્યારબાદ તે રાગાદિના જે વિષયો = નિમિત્તો સ્ત્રી-પુત્ર-ધનાદિ, તેના તત્ત્વનું (એટલે સ્વરૂપનું), તેનાં પરિણામોનું, અને તેના વિપાકદોષોનું, ચિંતન કરવું જોઈએ – ભાવાર્થ એમ છે કે જે જે નિમિત્તોથી રાગ-દ્વેષ - અને અજ્ઞાન આ આત્માને પીડે છે. તે તે સ્ત્રી આદિ લક્ષણરૂપ જે જે રાગાદિન નિમિત્તો છે. તે તે નિમિત્તનું (આગળ ગાથા ૬૭ થી ૭૭ એમ અગ્યાર ગાથામાં બતાવાશે તેમ) કાદવ-કીચડ જ છે. હાડકાંનો માળો જ છે. માંસ-શોણિતાદિનો ભંડાર જ
યોગાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org