________________
અને પુષ્પમાળા વડે અમૂર્ત એવા આકાશને જે ઉપઘાત-અનુગ્રહ થતો નથી એમ દિષ્ટાન્ત આપવામાં આવ્યું છે તે બરાબર છે. પરંતુ તે ઉપઘાત-અનુગ્રહ નહીં થવામાં મૂર્ત-અમૂર્ત પણું કારણ નથી. પરંતુ આકાશ એ ચૈતન્યવિનાનું નિર્જીવ દ્રવ્ય છે એ સાચું કારણ છે. જે સચેતન હોય તેને જ ઉપઘાત-અનુગ્રહ થાય - નિર્જીવમાં જ્ઞાનસંજ્ઞા જ નથી તેથી આકાશને ઉપઘાત-અનુગ્રહ થતો નથી. પરંતુ આકાશ અમૂર્ત હોવાથી ઉપઘાત-અનુગ્રહ થતો નથી એમ નથી. માટે વિજ્ઞાનની જેમ અમૂર્ત એવા આત્માને પણ મૂર્ત એવા કર્મથી ઉપઘાત-અનુગ્રહ થાય છે.
શબ્દાર્થ આ પ્રમાણે છે. મૂર્ત એવા કર્મ વડે અમૂર્ત એવા આત્માને થાય છે. શું થાય છે? ઉપઘાત-અનુગ્રહ પણ થાય છે. કારણ કે બીજી જગ્યાએ બુદ્ધિ આદિ બીજા અમૂર્ત પદાર્થમાં) તેમ=ઉપઘાત-અનુગ્રહ દેખાય છે. ક્યાં દેખાય છે?તેવા પ્રશ્નના ઉત્તરમાં દૃષ્ટાન્ત આપે છે કે -જેમ વિજ્ઞાનને આ લોકમાં મદિરાપાન વડે ઉપઘાત અને બ્રાહ્મી આદિ ઔષધિઓ વડે અનુગ્રહ દેખાય છે. તેમ કર્મ વડે જીવને ઉપઘાત-અનુગ્રહ પણ સમજી લેવા. | પ૬ છે.
અવતરણ - પ્રતિનિમિનાય –
પ્રસ્તુત એવા કર્મની બાબતમાં નિગમન (સિધ્ધ થયેલ નિર્ણય) માટે જણાવે છે કે :
"एवमणादी' एसो, “संबंधो 'कंचणोवलाणं व । “પયામુવા, તહ વિ વિમો વિ દવ ત્તિ ૫૭ .
વ''- ૩યાદ્ અનાવિષ સમ્બન્ધઃ નિનાદ - काञ्चनोपलयोरिव, निसर्गमात्रतयोदाहरणम्, "एतयोः" इति जीवकर्मणोः यद्यप्येवम् "उपायेन"= सम्यग्दर्शनादिना तथापि वियोगोऽपि भवति, क्षारमृत्पुटपाकादिना काञ्चनोपलयोरिव । इति गाथार्थः । ॥ ५७ ॥
ગાથાર્થ - કંચન અને માટીની જેમ જીવ-કર્મનો આ સંબંધ આ રીતે અનાદિ છે. તો પણ ઉપાય વડે આ બન્નેનો વિયોગ પણ અવશ્ય થાય છે. તે પ૭ છે.
ટીકાનુવાદ :- ગાથા ૫૪-૫૫માં જીવ અને કર્મનો સંબંધ અનાદિનો છે. એમ સિદ્ધ કર્યું છે. તેને આશ્રયીને પ્રશ્ન ઉઠે છે કે “જેનો સંબંધ અનાદિનો હોય તેનો સંબંધ ભાવિમાં પણ અનંતકાળ જ રહે.” અર્થાત્ જીવ-કર્મ છુટા ન પડે. અને
યોગાતક 8 ટક0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org