________________
પ્રેમ કરવો-સ્નેહ બાંધવો એ તો જીવનનું સૌભાગ્ય માન્યું હતું, વૈરીનું વૈર વાળવું એ તો કર્તવ્યતા માની હતી. અબ્રહ્મ અને પસભોજન એ તો જીવનનો આનંદ માન્યો હતો. અનીતિ-અન્યાય-અને ઠગબાજીથી પણ ધનોપાર્જનતા એ તો જીવનનો
લ્હાવો માન્યો હતો- આ બધું મિથ્યામતિ રૂપ છે. દોષરૂપ છે એમ હવે મને નજરે ચડ્યું છે. જે દોષોએ મને ભાન ભુલાવ્યું તેની હવે દયા કેમ રખાય ? અનાદિ કાળથી આત્માના એકેક આત્મપ્રદેશમાં જેનાં મૂળીયાં ઉંડાં ગયેલાં છે તેવા ઉત્કટ = બળીયા દોષોને પણ દૂર કરી નાખે તેવી તેના પ્રતિપક્ષભૂત ભાવનાઓનો સૂત્રપાઠ અને તેનો સમ્ય અર્થપાઠ સહાયપણે હવે મને પ્રાપ્ત થયો છે. જો શત્રુનાપ્રતિપક્ષભૂત મિત્રગણની સહાયતા મને મળી છે, છતાં જો હું શત્રુની સામે યુધ્ધ ન ખેલું તો પ્રાપ્ત થયેલું આ યોગસામ્રાજ્ય હું હારી જાઉં. શત્રુ લુચ્યો છે. હું અનંતીવાર હાર્યો છું. મેં યોગીનો વેષ બહુવાર લીધો પરંતુ યોગદશા પ્રાપ્ત ન કરી. હવે શત્રુઓને બરાબર પકડી લઉં અને નિગૃહીત કરૂં. ઈત્યાદિ II પર
અવતરણ - રૂ રોપાપેક્ષત્યુવતં તિ વોલાઈવ સ્વરૂપમાદ - અહીં પરમી ગાથામાં“તોષાપેક્ષયા''આ પ્રમાણે કહ્યું છે. માટે દોષોનું જ સ્વરૂપ આચાર્યશ્રી જણાવે છે :
रागो दोसो 'मोहो, "एए 'एत्थाय दूसणा दोसा । 'कम्मोदयसंजणिया, "विण्णेया 'आयपरिणामा ॥ ५३ ॥
रागो द्वेषो मोह एते "अत्र"= प्रक्रमे आत्मदूषणा दोषाः, एते च स्वरूपतः कर्मोदयसंजनिता विज्ञेया आत्मपरिणामाः स्फटिकस्येव रागादय इति । तत्राभिष्वङ्गलक्षणो रागः, अप्रीतिलक्षणो द्वेषः, अज्ञानलक्षणो मोह, इति एतेचात्म-कर्मपरमाणुतत्स्वभावतया तत्वतो द्वन्द्वजा धर्माः । इति गाथार्थः ।
ગાથાર્થ :- અહીં રાગ-દ્વેષ અને મોહ આ ત્રણ આત્માને દૂષિત કરનારા દોષો છે. પૂર્વબધ્ધ કર્મોના ઉદયથી થયેલા, આત્માના આ ત્રણ વૈભાવિક પરિણામો છે. ને પ૩ |
ટીકાનુવાદ - આ આત્મા સ્ફટિક જેવો શુધ્ધ છે. અનંતજ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્યાદિ ગુણો રૂપી સ્વતઃ સફેદાઈવાળો છે. જેમ સ્ફટિકમાં સફેદાઈ પોતાની
W યોગશાક ટો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org