________________
સ્વતઃ છે, સુવર્ણમાં પીળાશ સ્વતઃ છે. તેમ આત્મામાં ગુણો રૂપી સફેદાઈ સ્વતઃ છે.સ્ફટિકની આગળ-પાછલ ધરેલાં લાલ-લીલાં પીળાં ફૂલો સ્ફટિકની સફેદાઈને ઢાંકે છે અને લાલ-લીલા-પીળા રંગો બતાવે છે, તેમ રાગ દ્વેષ અને મોહ આ ત્રણ દોષો આત્માના જ્ઞાનાદિગુણોને ઢાંકે છે, આત્માને વિભાવદશામય બનાવે છે. જો કે ફુલોના સંપર્કથી સ્ફટિકની સફેદાઈ નાશ પામી જતી નથી માત્ર અવરાઈ જાય છે. તેમ રાગાદિથી આત્માના ગુણો વિનષ્ટ થતા નથી પરંતુ આવૃતમાત્ર બની જાય છે. સત્તાગત તો રહે જ છે. આ પ્રમાણે આ પ્રસંગે રાગ-દ્વેષ અને મોહ આ ત્રણ આત્માને દૂષિત કરનાર છે. માટે દોષો કહેવાય છે.
પ્રશ્ન :
‘રાગ અને દ્વેષ’’ એ મોહના જ ભેદો છે. તો મોહ પૃથગ્ કેમ કહો છો ?
જ્યાં જ્યાં ‘‘રાગ અને દ્વેષ’’ કહીને ‘‘મોહ’’ જાદો કહેવાય ત્યાં મોહ એટલે અજ્ઞાન સમજવું.
ઉત્તર :
પ્રશ્ન :
આ રાગ-દ્વેષ અને મોહ એ છે શું ?
ઉત્તર ઃપૂર્વે બાંધેલાં કર્મોના ઉદયથી સંજનિત (ઉત્પન્ન થયેલા) એવા આ રાગાદિ આત્માના પરિણામો જ છે. અધ્યવસાયો જ છે. સ્ફટિકમાં જેમ લાલલીલા-પીળા રંગો પ્રતિભાસિત થાય છે તેમ પરદ્રવ્યકૃત પરિણામો જ છે. પ્રશ્ન :- રાગ-દ્વેષ અને મોહનો અર્થ શું ?
ઉત્તર ઃ - ત્યાં (૧) આસક્તિ એ રાગનું લક્ષણ છે. (૨) અપ્રીતિ એ દ્વેષનું લક્ષણ છે અને (૩) અજ્ઞાન એ મોહનું લક્ષણ છે.
પ્રશ્ન :- આ રાગ-દ્વેષ અને મોહ આત્મામાંથી પ્રગટ થાય છે ? કે કર્મસ્કંધોમાંથી ?
ઉત્તર ઃ- આત્મામાં અને કર્મપરમાણુઓમાં એમ ઉભયમાં તેવો તેવો સ્વભાવ જ છે.એકમાં પરિણામ્ય અને બીજામાં પરિણામક સ્વભાવ હોવાના કારણે તાત્વિક રીતિએ આ રાગાદિ પરિણામો દ્વન્દ્વજન્ય (ઉભયજન્ય) છે.
આ આત્માએ પૂર્વે કાર્યણવર્ગણાના સ્કંધો બાંધ્યા છે. તેમાં રાગ-દ્વેષ અને મોહ લાવવાની પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ રૂપે પરિસ્થિતિ નિર્માણ કરી છે. તે કર્મો ઉદયકાળ પાકતાં ઉદયમાં આવે છે. તે ઉદિત કર્મોમાં આત્માને રાગાદિ ઉત્પન્ન કરવા’’ એવો પરિણામક સ્વભાવ છે. અને આત્મામાં તે રાગાદિપણે પરિણામ
በገጠር ረዘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org