________________
કુલયોગી, (૩) પ્રવૃત્તચક્રયોગી, (૪) નિષ્પન્નયોગી, આ યોગદૃષ્ટિ સમુચ્ચય નામનો ગ્રંથ રચવાથી અંશે પણ તેઓનો પરોપકાર થશે જ એમાં કંઈ વિરોધ નથી. ।। ૨૦૮
જે આત્માઓ કુલયોગી છે અને પ્રવૃત્તચક્ર યોગી છે. તે બે જ યોગીઓ આ ગ્રંથ ભણવાના અધિકારી છે. પરંતુ સર્વે યોગીઓ આ ગ્રંથ ભણવાના અધિકારી નથી. કારણ કે ગોત્રયોગીમાં યોગની અસિધ્ધિ છે અને આદિશબ્દ થી નિષ્પન્નયોગીમાં યોગની સિધ્ધિ થઈ ચૂકેલી છે. ॥ ૨૦૯ ॥
જે આત્માઓ અપુનર્બન્ધક અવસ્થામાં આવ્યા છે પરંતુ સમ્યક્ત્વાદિ ગુણ પામ્યા નથી તેઓ યોગદશામાં આવવા પ્રયત્નશીલ છે. તેથી તે કુલયોગી અથવા ઘટમાનયોગી કહેવાય છે તેઓને, તથા જેઓ ભિન્નગ્રન્થિવાળા થઈને સમ્યક્ત્વાદિ ગુણો પામ્યા છે એવા અને યોગદશામાં પ્રવર્તેલા પ્રવૃત્તયોગીને અનંતર પૂર્વની ૫૦ મી ગાથામાં કહેલો (ચતુઃશરણગમન-દુષ્કૃતગર્હા-અને સુકૃતાનુમોદના રૂપ ત્રણના ગણરૂપ) ઉપાય, અને હવે પછીની ૫૨ મી ગાથામાં કહેવાતો (ભાવનાશ્રુતપાઠતીર્થશ્રવણપ્રવૃત્તિ અને આત્મસંપ્રેક્ષણ રૂપ) ઉપાય એમ બન્ને ઉપાયો કે જે યોગદશાની સાધનાના પરમ ઉપાયો છે તે બન્ને ઉપાયો હોય છે. પ્રવૃત્તયોગીને માટે આ જ ઉપાયો પ્રધાન તર ઉપાયો છે.
અહીં નિષ્પન્નયોગીના વ્યવચ્છેદ માટે મૂળ ગાથામાં ‘ઘટનાન-પ્રવૃત્ત' આ વાક્ય કહ્યું છે. કારણકે નિષ્પન્નયોગી કેવલીભગવન્તો છે. તેઓ ક્ષીણમોહી હોવાથી જે યોગદશા પ્રાપ્ત કરવાની હતી તે યોગદશા તેઓએ પ્રાપ્ત કરી લીધી છે. એટલે ૫૨ મી ગાથામાં બતાવાતો અને ૫૦ મી ગાથામાં બતાવેલો ઉપાય તેમના માટે કામનો નથી, પરંતુ તે બન્ને ઉપાયો કરતાં અન્ય ઉપાય તેઓને માટે છે જે હમણાં જ સમજાવાશે. ૬ થી ૧૨ ગુણસ્થાનકોમાં વર્તતા મહાત્માઓ સાધક દશામાં વર્તે છે. તેથી તેઓને કેવળી અવસ્થા રૂપ યોગદશા પામવાની આકાંક્ષા હોય છે, ઈચ્છા હોય છે. તે માટે ઈચ્છાપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેથી તેઓને સાધકદશાનો યોગ ઉપકારી છે. પરંતુ કેવલી ભગવાન ક્ષીણમોહી અને પ્રાપ્તયોગદશાવાળા હોવાથી આકાંક્ષાપૂર્વકનો સાધકદશાનો યોગ તેઓને હોતો નથી. પરંતુ સ્વાભાવિક યોગ એટલે કે પૂર્વબધ્ધ કર્મોના ઉદયને સહજસ્વભાવે માત્ર અનુસરવાપણા રૂપ યોગ જ તેઓને હોય છે. અર્થાત છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકવર્તી મુનિઓને હું આ પ્રમાણે ચારિત્ર પાળું, આ પ્રમાણે સૂત્રપાઠ કરું, આ પ્રમાણે ધર્મદેશના આપું-ઇત્યાદિ આકાંક્ષાઓપૂર્વક
નોયોગશાક A
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org