________________
અશુભ કર્મોદયનું સૂચક છે. દૂતે જણાવેલી યાદ જાણીને પ્રથમનો રાજા જેમ યુદ્ધસજ્જ થાય છે, તેમ અરતિ દેખીને ભાવિમાં આવી રહેલા તીવ્રકર્મને હળવું કરવા કટિબદ્ધ થવું, સાવધ થવું, જાગૃત થવું એટલે જ ઉપકારી અરિહંતાદિનું શરણ સ્વીકારવું. તેઓનું શરણ કર્મોને તોડી અરતિ ટાળનાર છે. મેં ૪પ ||
અવતરણ - મિચેતવમ્ :
(પ્રાપ્ત ગુણસ્થાનકમાં જ અરતિ થાય તો) આ પ્રમાણે આ ભાવશરણ સ્વીકારવાનું કેમ કહ્યું ? તે જણાવે છે –
अकुशलकम्मोदयपुव्व, - रूवमेसा जओ' समक्खाया। सो पुण' उवायसज्झो', पाएण भयाइसु पसिद्धो ॥ ४६ ॥
अकुशलकर्मोदयपूर्वरूपम् “एषा''- अरतिरधिकृतगुणे यतः समाख्याता માવદ્ધિઃ દ્રિ નામવંતતઃ વિસ્?રૂાદ - “ પુનઃ"શનઃ ૩૫વિસાધ્ય: પ્રા“માલિક''= મયવિષ્ણુ પ્રસિદ્ધિ તિ થાઈ !
- ૪૬ | ગાથાર્થ :- જે કારણથી આ અરતિ ભાવિમાં આવનારા અકુશલ કર્મોદયના પૂર્વ સંકેત સ્વરૂપ છે. એમ જ્ઞાનીભગવંતોએ કહ્યું છે. અને વળી તે અકુશળ કર્મોદય ઘણુ કરીને ભયાદિમાં (ભય - રોગ - વિષમાં) પ્રસિદ્ધ છે અને તે કર્મોદય ઉપાયોથી સાધ્ય છે. ઉપાયોથી અટકાવી શકાય છે. / ૪૬ /
ટીકાનુવાદઃ- પ્રાપ્ત ગુણસ્થાનકમાં ગુણસ્થાનકની કઠિનાઈના કારણે અને પૂર્વે અનુભવેલા ભોગોની સાનુકુળતાના અભાવે જો આ મુમુક્ષુ આત્માને “અરતિ” થાય તો સમજવું કે અલ્પકાળમાં ભાવિમાં અશુભ કર્મોનો ઉદય આવી રહ્યો છે, જે ઉદય પ્રાપ્ત ગુણસ્થાનકને હચમચાવશે, અથવા પતન પમાડશે. આ અરતિ ભાવિમાં આવનારી આપત્તિનું સૂચન કરે છે. જેમ રસ્તા ઉપરની લાલબત્તી આગળલા ખતરાની સૂચક છે. તે દેખીને ગાડીને બ્રેક મારવાથી બચી જવાય છે. તેમ હું સાવધ થઈ જાઉં. ભાવિમાં આવનારી અકુશળકર્મોદય જન્ય આપત્તિ રોકવા હું અરિહંતાદિનાં ચાર ભાવશરણ સ્વીકાર.
યોજના છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org