________________
કાળ-ભાવ જોઈને કરવી, જેથી અનર્થ ન થાય, ગુણીના ગુણોની સભા સમક્ષ પ્રશંસા કરતાં ગુણી હજુ કાચો હોય તો માનાદિમાં આવી જાય તો તેનું અહિત થઈ જાય, સાંભળનાર સભાના જીવોમાં તેમના પ્રત્યે દ્વેષબુદ્ધિવાળા કોઈ જીવો હોય તો તે ગુણીના ગુણોની પ્રશંસા તેઓ ન ખમી શકતાં ગુણીને ઉપસર્ગો કરે તેથી તે દ્વેષ કરનાર વ્યક્તિઓનું અહિત થાય તથા ગુણી વ્યક્તિને પણ ઘણી અસાતા ઉપસ્થિત થાય. માટે લાભદાયક થાય હિતકારક બને તેવી રીતે જ દ્રવ્ય - ક્ષેત્ર – કાલાદિ જોઈને જ પ્રશંસા કરવી.
મન-વચન અને કાયા એમ સકળપ્રકારના સત્ત્વથી યુક્ત, એવું મોક્ષને અનુકૂળ જે અનુષ્ઠાન તે સુકૃતાનુષ્ઠાન, તે સામાયિક - પ્રતિક્રમણ – તપ – સ્વાધ્યાય -પ્રાયશ્ચિત્ત – આત્મરમણતા – ધ્યાન – એકાગ્રતા – તીર્થયાત્રા ઈત્યાદિ અનેક ભેદોથી ભિન્ન ભિન્ન અનેક પ્રકારનું છે. તે સુકૃતની મોટા પક્ષપાતપૂર્વક કોઈનું પણ આચરેલું તે સુકૃત જાણે હૈયે અતિશય જચી ગયું હોય તેમ અતિશય પ્રશંસા કરવી તે સુકૃતાનુમોદના, કોઈના પણ દબાણ કે પરવશતાથી નહીં, તેમજ તેને સારું લગાડવા પણ નહીં. પરંતુ સ્વાભાવિક રીતે જ તેઓના ઉત્તમ સુકૃતની વિચારણા એ જ છે સાર જેમાં એવી, સતત વિચારણાના સારથી ભરેલી એવી, જે અનુમોદના તે સુકૃતાનુમોદના. આ પણ કર્મોના ઉપક્રમનું પ્રધાન કારણ છે.
વારંવાર આ સુકૃતની અનુમોદના કરતાં કરતાં “તે જ સુકૃત મારે વારંવાર ઉપાદેય છે’’એમ તેના પ્રત્યે ઉપાદેય બુધ્ધિ થયે છતે તે સુકૃતને વિષે તથા સુકૃતવાળી વ્યક્તિને વિષે બહુમાન-પૂજ્યભાવ વિશેષ ઉત્પન્ન થવામાં આ અનુમોદના નક્કી કારણ બને છે. અન્યથા સુકૃત તથા સુકૃતવાનને વિષે અતિશય બહુમાનવિશેષ થતું નથી, માટે સતત પૂર્વે કરેલા સુકૃતોની અનુમોદના વારંવાર કરવી જોઈએ.
આ પ્રમાણે સુકૃતની અનુમોદના કરવા રૂપ આ આચરણ અવશ્ય આત્મકલ્યાણનું મહાન અંગ (મહાન કારણ) છે. આ બાબતમાં આહાર વહોરાવનાર વનમાં કાષ્ટ છેદનાર વનચ્છે†, આહાર વહોરનાર બળભદ્ર મુનિ, અને આ પ્રક્રિયા દેખનાર મૃગ=હરણ આ ત્રણેએ સુકૃતની અનુમોદના કરી ઘણી પ્રશંસા કરી મૃત્યુ પામી પાંચમા દેવલોકે ગયા. જે કથા સુપ્રસિધ્ધ છે. તેની જેમ અહીં સમજવું. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં પર્વ આઠમામાં સર્ગબારમાની અંદર શ્રીકૃષ્ણ મહારાજાના મોટાભાઈ બળભદ્રજી કૃષ્ણના મૃત્યુ પછી દીક્ષિત થયા છતા મહાન તપની આરાધના કરતા છતા
યોગના
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org