________________
પારણાર્થે નગરમાં આવતા. પરંતુ તેઓ વધારે રૂપવાન હોવાથી કૂવા ઉપર પાણી ભરતી કોઈ સ્ત્રી તેમના રૂપમાં અંજાઈને દોરડું ઘડાના બદલે પોતાના છોકરાના ગળે બાંધી કૂવામાં નાખી પાણી કાઢવાનું અઘટિત કૃત્ય કરવા લાગી. તે જોઈ બળભદ્રજીએ પારણાર્થે પણ નગરમાં ન આવવાનો સંકલ્પ કર્યો. અરણ્યમાં જ કોઈ પથિક આહાર વહોરાવે તો જ પારણું કરવું એવો દઢસંકલ્પ કરી ઉગ્ર તપ આદર્યું.
તે જ અરણ્યમાં તેમનો પૂર્વભવનો સંબંધી એક મૃગ તેમના ઉપદેશથી પ્રતિબોધ પામ્યો અને જાતિસ્મરણજ્ઞાન પામી અત્યન્ત સંવેગ પરિણામ વાળો બન્યો. તિર્યંચજાતિ હોવાથી સાધુને આહાર વહોરાવી શક્તો નથી. પરંતુ આ જંગલમાં કોઈ પથિક આવે અને મુનિને આહાર વહોરાવે તેની પૂરી કાળજી રાખી પથિકની કાયમ શોધ કરતો. જ્યારે કોઈ પથિક દેખાય ત્યારે ધ્યાનસ્થ મુનિની પાસે જઈ નમસ્કાર કરતો, આવા સંકેત દ્વારા “આ જંગલમાં આહાર વહોરાવે એવો પથિક આવ્યો છે” એમ મુનિને જણાવતો આ પ્રમાણે કાળનિર્ગમન થતાં એક વખત આ જ અટવીમાં કાષ્ટોને છેદવા એક કઠિયારો આવ્યો, મૃગે મુનિને નમસ્કારના સંકેત દ્વારા જાણ કરી, મુનિશ્રીએ ધ્યાન પૂર્ણ કરી આગળ મૃગ અને પાછળ મુનિશ્રી આહારાર્થે ચાલ્યા.
વનછેq=કઠિયારો પણ કાષ્ટો છેદીને પોતાના સહચરો સાથે ભોજન માટે બેઠો છે. તેવામાં મુનિશ્રી પધાર્યા. અતિશય ભક્તિભાવથી આહારનું સુપાત્રદાન વનછેઝુએ કર્યું, વનછેઝુએ મુનિના તપની અનુમોદના કરી, મુનિએ વનચ્છતૃના વહોરાવવાના ઊંચા પરિણામની અનુમોદના કરી, અને દાન આપનાર - લેનારની મૃગે સંવેગ પરિણામપૂર્વક અતિશય અનુમોદના કરી. ત્રણે આત્માઓ (વનછેતૃત્નકઠિયારો, બળભદ્રમુનિ, અને મૃગ એમ ત્રણે મહાત્માઓ) તીવ્ર સંવેગ પરિણામવાળા હતા, તે જ સમયે તે જ વૃક્ષની અર્ધબેદાયેલી મહાશાખા પવનના વેગને કારણે પડવાથી આ ત્રણે મહાત્માઓ મૃત્યુ પામી પાંચમા દેવલોકે ગયા. વિશેષ હકીકત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાંથી જાણી લેવી.
આ અરિહંત પરમાત્માદિ ચારનું શરણ, દુષ્કૃતગર્તા અને સુકૃતાનુમોદના એમ ત્રણ ઉપાયો રૂપ સર્વ ગણ નિરંતર એટલે પ્રાયઃ સર્વકાલે આદરવા જેવો છે.
આ ત્રણના ગણનું સતત સેવન કરવાથી આત્માનાં કિલષ્ટ કર્મો નાશ પામે છે. તેનાથી ભાવિમાં આવનારા અપાયો (દુઃખો-આપત્તિઓ)નો પરિહાર થાય છે, | વિનાશ થાય છે. પુણ્યબંધ મજબૂત થાય છે. તેના ઉદયથી ધર્મની સાનુકુળતાઓ
યોગસાતક માડવો.
રોકી ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org