________________
છાત્રગણનાં જ જ્ઞાનાવરણીયાદિ ક્લિષ્ટકર્મો નાશ પામવાથી જ્ઞાનગુણ પ્રગટ થાય છે. છતાં નિમિત્તભૂત અધ્યાપકમાં કર્તાપણાનો આરોપ કરવામાં આવે છે. તેમ અહીં અરિહંતાદિમાં રક્ષાનો ઉપચાર સમજવો.
અથવા વૃક્ષાદિની શીતળ છાયા અચેતન હોવા છતાં તેનો આશ્રય સ્વીકારનારાઓને પ્રચંડ તાપના દાહથી ઉત્પન્ન થયેલી અસાતા દૂર થવાથી પોતાનામાંથી જ સાતા ઉત્પન્ન થયેલી હોવા છતાં વૃક્ષોની શીતળ છાયાથી મને સાતા પ્રાપ્ત થઈ છે એમ જેમ કહેવાય છે તેમ અહીં શરણાગત જીવોના તેવા તેવા શરણ સ્વીકારવાના સ્વભાવપણા વડે જ એકાગ્રધ્યાનથી ક્લિષ્ટકર્મોનો વિનાશ થતો હોવાથી પોતાના આત્મામાં પોતાનાથી જ શાન્તિ થાય છે. પોતે જ પોતાની રક્ષા કરે છે. તથાપિ નિમિત્તભૂત એવા અરિહંતાદિમાં રક્ષાના કર્તા તરીકે ઉપચાર કરાય છે. ગુણાધિક પુરુષોનું માહાત્મ્ય જ એવું હોય છે કે તેઓના સાન્નિધ્યથી શરણાગત જીવોના કષાયો - કર્મો - દુષ્ટાશયો અને પાપો વિનાશ પામે છે. જેમ તીર્થંકર પરમાત્માના સમવસરણાદિમાં વાઘ-બકરી, સર્પ-નકુલ આદિ જીવો પણ તેઓના સાન્નિધ્યથી વૈમનસ્ય ત્યજી દે છે. પરંતુ એવું ન સમજવું કે પરમાત્માદિ ચાર શરણ્ય વ્યક્તિઓ શરણાગત જીવોની રક્ષા - સાર - સંભાળ - દુઃખનિવૃત્તિ અને સુખપ્રાપક ઉપાયોમાં પ્રવર્તે છે. કારણ કે તેઓ વીતરાગાદિ ભાવોવાળા છે.
તથા બીજું કર્તવ્ય છે ‘‘દુષ્કૃતાf’’ આ પણ કર્મોનો ઉપક્રમ કરવામાં પરમ સાધન છે. અનાદિ એવા પણ આ સંસારમાં અનાભોગાદિના કારણે (આટલી ઊંચી ભૂમિકામાં આવેલા આત્માઓ જાણી – બુઝીને રાચી માચીને તો પાપ ન જ કરે, પરંતુ અજાણપણે) પાપો થઈ જાય, આદિ શબ્દથી પરવશતા પણ સમજવી. એટલે અજાણતાં અથવા પરવશતાથી કદાચ કોઈ પાપો તેવા પ્રકારના સાધનભૂત એવા કાયા - વચન – અને મન વડે કરાયાં હોય તો તે તે પાપોની અરિહંત – સિદ્ધ આદિ પાંચ પરમેષ્ટિની સમક્ષ સંવેગપરિણામ દ્વારા આર્દ્ર બનેલા ચિત્તથી ખૂબ જ નિન્દા કરવી. વારંવાર નિન્દા કરવી. તે તે પાપો પ્રત્યે જુગુપ્સાભાવ લાવવો.
વારંવાર પાપોની નિંદા કરવાથી, જુગુપ્સા કરવાથી, તે પાપો પ્રત્યે તિરસ્કાર ભાવ લાવવાથી “આ પાપો હેય જ છે” એવી હેયપણાની ભાવના પ્રબળ બનવાથી ઘણાં પાપો તો આપોઆપ જ છુટી જાય છે. અને સંજોગવશાત્ જે પાપ સેવાઈ જાય તે પાપોનો પણ અનુબંધ (ચીકણો બંધ – તીવ્રબંધ) થતો નથી. અને પૂર્વ કર્મોનો જે
Kunt
A
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org