________________
તથાપિ તે બન્નેનો સાધુમાં જ સમાવેશ થતો હોવાથી પૃથગૂ ઉપાદાન કર્યું નથી.
પ્રશ્ન :- કેવલિપ્રજ્ઞપ્ત એવો ધર્મ પણ મૂળતઃ પરમાત્મા વડે પ્રકાશિત કરાયો છે અને પરંપરાતઃ આચાર્યાદિ વડે કહેવાયેલો છે તો અરિહંતાદિના શરણમાં ધર્મનું શરણ આવી જ જાય છે. શા માટે પૃથ ઉપાદાન કર્યું છે?
ઉત્તર:- અરિહંત પરમાત્મા વીતરાગાવસ્થા અને કેવલી અવસ્થા પામે ત્યારે જ કહેવાય છે માટે સાદિ છે. સિદ્ધ પરમાત્મા મોક્ષે જાય ત્યારે જ કહેવાય છે માટે સાદિ છે. સાધુભગવંત દીક્ષા સ્વીકારે ત્યારે જ સાધુ બને છે. માટે સાદિ છે. એમ શરણ્ય એવી ત્રણ વ્યક્તિ સાદિભાવવાળી છે. જ્યારે કેવલી પ્રજ્ઞમ એવો ધર્મ અનાદિ છે. કારણ કે અનંતકાળમાં થયેલા અનંત તીર્થંકર પરમાત્માઓએ આ જ ધર્મ કહ્યો છે. માટે અ. ધર્મ અનાદિ હોવાના કારણથી ઉપરોક્ત ત્રણ વ્યક્તિથી પૃથગૂ ઉપાદાન કરેલ છે.
ઉપર કહેલ અરિહંત - સિદ્ધ - સાધુ અને ધર્મ એમ આ ચારથી અન્ય કોઈ પણ વ્યક્તિ શરણ યોગ્ય આ સંસારમાં નથી. કારણ કે જે “ગુણાધિક” હોય તે જ શરણયોગ્ય હોય છે. તે તે વ્યક્તિઓ ગુણાધિકપણાના સ્વભાવના કારણે જ તેઓથી શરણાગતની રક્ષા થવી સંભવે છે.
વીતરાગ પ્રભુના શાસનમાં પ્રથમ બે પદો (અરિહંત અને સિદ્ધ) વીતરાગ ન હોવાથી, ત્રીજું સાધુપદ વૈરાગી હોવાથી, અને ચોથું ધર્મપદ એ ગુણમાત્ર હોવાથી સંસારી જીવોની રક્ષા અને અરક્ષાનાં આ ચારે પદો કર્તા નથી. પરંતુ શરણાગત આત્માનો ગુણાધિક એવા આ શરણ્ય વ્યક્તિઓના શરણને સ્વીકારવાની જે હાર્દિક ઉત્તમ ભાવના છે. એ જ તેઓના ક્લિષ્ટ કર્મોનો નાશ કરે છે. અને ક્લિષ્ટકર્મોનો નાશ થવાથી અશાન્તિ–ઉપદ્રવો દૂર થાય છે. તેથી સર્વત્ર શાન્તિ પ્રસરે છે. અને શરણાગતની રક્ષા થાય છે. આ રક્ષા જો કે શરણાગતના તેવા તેવા ઉત્તમ ભાવોથી ક્લિષ્ટકર્મ તુટવાથી સ્વયં થઈ છે. તો પણ તેવા પ્રકારના ઉત્તમભાવોમાં ગુણાધિક વ્યક્તિઓ નિમિત્ત છે. માટે નિમિત્તમાં કર્તાપણાનો આરોપ કરીને ઉપરોક્ત શરણ્ય એવી ચાર વ્યક્તિઓને રક્ષા કરનાર કરેલી છે.
જેમ ભણાવનાર અધ્યાપક પાસે અધ્યયન કરતા ૫૦ વિદ્યાર્થીઓને જ્યારે તે ' અધ્યાપક ભણાવે છે ત્યારે અધ્યાપકના આત્મામાં રહેલું જ્ઞાન ત્યાંથી નીકળીને છાત્રગણમાં વહેંચાતું નથી. જો તેમ બને તો અધ્યાપક જ્ઞાનશૂન્ય જ બની જાય. એટલે
s
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org