________________
દુશ્મન રાજા લશ્કર સહિત આપણા રાજ્ય ઉપર ચડી આવે છે તેની જાણકારી જો દૂત દ્વારા આગળથી થાય તો તે ઘણું જ સારું છે. જેથી સાવધ થવાય, ઊંઘતા ન ઝડપી જવાય, અને આપણી હાર ન થાય, પરંતુ પ્રાયઃ પોતાના બળથી અથવા બળવાનનો આશ્રય લેવાથી જીત થાય. તેની જેમ ભાવિમાં ચડી આવનાર અકુશલકર્મોદયની અરતિ દ્વારા જો આ પ્રમાણે પ્રથમથી ખબર પડી જાય તો તેનાથી હવે શું કરવાનું ? સજાગ બનવાનું, પોતે પણ બળવાનું થવાનું, અને બળવાન એવા અરિહંત પરમાત્માદિનું શરણું (આશ્રમ) લેવાનું, જેથી ભાવિમાં આવનાર તે અશુભકર્મોદય ટાળી શકાય છે. કારણ કે તે અકુશળ કર્મોદય ઉપાયોથી સાધ્ય (અટકાવી શકાય તેવો) છે..
જૈન શાસ્ત્રોમાં બાંધેલું કર્મ તે રૂપે અવશ્ય ભોગવવું જ પડે તેવો નિયમ નથી. કર્મો સોપક્રમણીય હોય છે. સંક્રમણ - ઉદ્વર્તના – અપવર્તના - સ્થિતિઘાત - રસઘાતથી તોડી શકાય છે. જો તોડી શકાતાં ન હોત અને યથાબદ્ધપણે ભોગવવા જ પડતાં હોત તો ઉપરોક્ત કરણોનું વર્ણન જે શાસ્ત્રોમાં છે તે નિરર્થક થાય. વળી નિર્જરાતત્ત્વ જ લુપ્ત થઈ જાય, નિર્જરાતત્ત્વ લુપ્ત થયે છતે મોક્ષતત્ત્વ પણ લુપ્ત જ થઈ જાય. વળી કોઈ જીવનો ક્યારે મોક્ષ જ ન થાય, કારણ કે એક કર્મ (નરકાદિના ભવમાં) ભોગવીને ૨૦/૩૦ કોડાકોડી સાગરોપમે જ્યાં પુરું કરે ત્યાં સુધીમાં તો બીજાં અનેક કર્મો બંધાઈ જાય, જથ્થો દરરોજ વધતો જ જાય, માટે જીવ કર્મો તોડી શકે છે. બદલી શકે છે. અશુભનાં શુભ કરી શકે છે. ભાવિમાં આવનાર અકુશળ કર્મોદય રોકીને કુશળ કર્મોદય પણ કરી શકે છે. માટે હાલ જે કેટલાક એકાન્ત નિશ્ચયવાદીઓ એમ કહે છે કે ભાવિમાં જે થવાનું હોય છે તે જ થાય છે. કોઈ કંઈબદલી શકતું નથી,મિથ્યા થતું નથી,આ વાત બરાબર નથી. આ વાત કેવળજ્ઞાનીની દૃષ્ટિએ છે. છદ્મસ્થની દૃષ્ટિએ નહીં.
તે આ અકુશલકર્મોદય મુખ્યત્વે ભય – રોગ અને વિષને વિષે પ્રસિદ્ધ છે. એટલે કે છ સાતમે ગુણઠાણે આવેલા મુનિને હાસ્યષક રૂપ નોકષાય મોહનીયના ઉદયથી ભય, વેદાત્મક નોકષાય મોહનીયના ઉદયથી વાસનારૂપ રોગ, અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી સત્ય પદાર્થના જ્ઞાનના અભાવ રૂપ (અજ્ઞાનાત્મક) વિષ, એમ ત્રણ ફળ આપનારો એવો અકુશળકર્મોદય આવી રહ્યો છે તેની જાણકારી અરતિ કરાવે છે. હું સજાગ થઈ જાઉં, અને આ અકુશળકર્મોદયને ટાળવા તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org