________________
દ્રષ્ટાન્તોમાં થાય છે. અને સકલ લોકમાં આ વાત પ્રસિદ્ધ છે.
જેમ મગ અને કોયડુ બન્ને સીઝેલા મગ રૂપ કાર્યાત્મક નથી. તો પણ મગમાં યોગ્યતા છે, કોયડુમાં નથી. તેથી કોયડુમગ અયોગ્ય હોવાથી અગ્નિના યોગે પણ
સીઝવા” રૂપ કાર્ય કરતું નથી તેથી શેષમગ પણ અયોગ્ય છે એમ ન કહેવાય. તે શેષમગ કોયડુમગનાં લક્ષણોથી વિલક્ષણ છે. કારણ કે અગ્નિના યોગે તે સીઝે છે. તેની જેમ જે નિકાચિત કર્મો બાંધ્યાં હોય, નિયત સ્વભાવવાળાં જે કર્મો બાંધ્યાં હોય, તે કર્મો ભલે પરાવર્તન ન પામે, તોપણ તેનાથી શેષ જે અનિયત સ્વભાવવાળાં અનિકાચિત કર્મો બંધાયાં છે, તે પરાવર્તનને યોગ્ય છે, અને ઉપરોક્ત શરણાદિ ત્રણ ઉપાયોના સેવનથી અવશ્ય પરાવર્તન પામે જ છે. તૂટે જ છે. મંદ થાય છે. અને અશુભનાં શુભ થાય છે. તેવા સ્વભાવવાળાં બંધાયેલાં હોવાથી અને પુરુષાર્થ વડે તેવાં બનતાં હોવાથી કૃતનાશ કે અકૃતાત્માગમ એમ કોઈ દોષ લાગતો નથી. કાષ્ટમાંથી પ્રતિમાદિ બનાવવી એ જેમ પુરુષાર્થ છે, તેમ કર્મોનું પરાવર્તન કરવું એ પણ એક પ્રકારનો પુરુષાર્થ જ છે. માટે પુરુષાર્થ એ પ્રતિમાદિ બનાવવા સ્વરૂપ છે એમ ભાવવું.
કાષ્ટ પોતે જ પ્રતિમાપણાને પામનાર છે. (પુરુષાર્થની જરૂર નથી) એમ કહેવું ન્યાયયુક્ત નથી. જો યોગ્યતા માત્રથી વિના પુરુષાર્થે કાર્યસિદ્ધિ થતી હોય તો સર્વત્ર = સર્વકાષ્ટોમાં કલાકારના ઘડતર વિના જ તત્કાતેઃ = તે મૂર્તિની આકૃતિ બની જવાની પ્રાપ્તિ આવશે. અથવા મૂર્તિ બનવાને યોગ્ય હોવા છતાં પણ જો તેમાં પુરુષાર્થ વિના મૂર્તિ ન બને તો મૂર્તિ બનવાને અયોગ્ય છે. એમ સાબિત થશે, એટલે યોગ્યને પણ અયોગ્યત્વની પ્રાપ્તિ થવાનો દોષ આવશે. કારણ કે જે યોગ્ય હોય તે પ્રતિમારૂપે સ્વયં બને જ એમ તમે માનો છો તેથી જે કાષ્ટ્રમાંથી સ્વયં પ્રતિમા ન બની તે કાષ્ટ પ્રતિમા માટે અયોગ્ય જ છે એમ સિદ્ધ થશે. આવા તર્કથી યોગ્યને પણ અયોગ્ય માનવાનો પ્રસંગ આવશે. માટે કોઈ કાષ્ટ્રમાં મૂર્તિ બનવાની યોગ્યતા અને કોઈ કાષ્ટ્રમાં મૂર્તિ બનવાની અયોગ્યતાનો જે નૈૠયિક ભેદ છે તે અલૌકિક છે, જ્ઞાનીગમ્ય છે, મગ-કોયડુમાં રહેલો સીઝવાની યોગ્યતા અને અયોગ્યતારૂપ નિશ્ચયભેદ અલૌકિક છે. તેમ સર્વ દ્રષ્ટાન્તોમાં અને દાન્તિકમાં સમજવું. નિશ્ચયથી રહેલો ભેદ અલૌકિક જ્ઞાનીગમ્ય હોવા છતાં પણ લૌકિકદ્રષ્ટિએ એટલે વ્યવહાર નથી તે તે કારણોમાં તે તે કાર્યરૂપે પરિણામ પામવાની તથાવિધયોગ્યતા રૂપ ભેદ સ્વીકારવો જ જોઈએ, તેથી પરિવર્તન પામવા માટેની તથાવિધ યોગ્યતા જેમ ઈતરદ્રષ્ટાન્તોમાં
I યોગાતક
Jain Education International
. For Private & Personal Use Only
www.jainelibrary.org