________________
હોય છે, તેની જેમ તથાવિધ પરાવર્તન માટેની યોગ્યતા સરખો અનિયત સ્વભાવ કર્મનો પણ સમજી લેવો. * સારાંશ કે ઉપરોક્ત ઈતરદ્રષ્ટાન્તોમાં જેમ પુરુષાર્થ વડે કારણોમાં કાર્ય નીપજાવવાની યોગ્યતા રહેલી છે. તેમ કર્મોમાં પણ પુરુષાર્થ વડે પરાવર્તન પામવાની તથા વિધયોગ્યતા રૂપ અનિયત સ્વભાવ રહેલો જ છે. તેથી પુરુષાર્થ વડે ઉપક્રમ થઈ શકે છે.
किञ्च - कर्मापि पुरुषकारापेक्षकं तत्स्वभावतयैव, एवमेव पुरुषस्य तदुपक्रामणस्वभावतायां को दोषः ? पारम्पर्यतस्तथाभावस्योभयत्र तुल्यत्वात्। अत इह उभयतथाभावो न्याय्यः कर्तृ-कर्मणोरुभयतथाभाव तायां सर्वश्रेष्टफलसिद्धेः, अन्यथायोगादतिप्रसङ्गादिति । एवमुभयजेऽपि तत्त्वे तदुग्रतादिरूपतत्प्राधान्यादिनिबन्धना कर्मपुरुषकारव्यवस्थेति सूक्ष्मधियाऽऽलोचनीयम् । निर्लोठितं चैतद् उपदेशमालादिष्विति नेह प्रयत्यते। । इति गाथार्थः। ॥४९॥
વળી કર્મમાં જેમ તેવો (પરાવર્તન પામવાની યોગ્યતા રૂ૫) સ્વભાવ હોવા વડે પુરુષાર્થનું આક્ષેપક છે (એટલે પ્રેરક છે. કર્મના તથાવિધ સ્વભાવ વડે પુરુષાર્થ તેની અંદર સમાઈ જાય છે, તેમ પુરુષાર્થ પણ તે તે કર્મોના ઉપક્રમણaઉપક્રમણ કરવાના સ્વભાવવાળો જ છે એમ માનવામાં શું દોષ છે?અર્થાતુ કોઈ જ દોષ નથી. સારાંશ કે કર્મોમાં જેમ પરાવર્તન પામવાનો સ્વભાવ છે તેથી જ પુરુષાર્થ વડે પરાવર્તન પામે છે. તેમ પુરુષાર્થમાં પણ એવો સ્વભાવ છે કે કર્મોનું પરાવર્તન કરે, એમ બન્નેમાં તે તે સ્વભાવ છે. કર્મોમાં પરાવર્તન પામવાપણાનો (ઉપક્રમણનો) તથાવિધસ્વભાવ, અને પુરુષાર્થમાં પરાવર્તન કરવાનો (ઉપક્રમણનો) તથાવિધસ્વભાવ, એમ, પરંપરાએ “તથાસ્વભાવતા” બન્ને જગ્યાએ તુલ્ય જ છે. આ જ કારણથી ઉભયમાં અનુક્રમે (ઉપક્રમણ અને ઉપક્રામણ એમ) સ્વભાવો માનવા એ જ યોગ્ય છે.
તૃણમાં જેમ દાહ્યસ્વભાવ છે તેમ અગ્નિમાં દાહક સ્વભાવ પણ છે જ તો જ અગ્નિથી તૃણ બળે છે. જો એકલા તૃણમાં રહેલા દાહ્યસ્વભાવથી જ તૃણ બળતું હોય તો તે તૃણ અગ્નિને બદલે જળથી કેમ ન બળે ? અને જો અગ્નિના એકલા દાહક સ્વભાવથી જ તૃણ બળતું હોય તો અગ્નિ તૃણને બદલે પત્થરને કેમ ન બાળે? તથા મગમાં પચનીયસ્વભાવતા છે અને અગ્નિમાં પાચકતા સ્વભાવ છે. વૃક્ષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org