________________
भावाभावप्रसूतिः क्वचित् केवलादप्याज्ञाराधनाद्आज्ञासमये कर्मवैचित्र्याद् अङ्गारमर्दककुगुरुशिष्यन्यायेन अतः सुगुरुसमीपे प्रतिपद्यतेइत्ययमुपायः।तथा "विधिना" तत्रापि वन्दनशुद्धयादिलक्षणेन । न हि सुगुरोरविधिरिति विधिसिद्धावपि विधिग्रहणं प्राधान्यख्यापनार्थमदुष्टम् । इति गाथार्थः ।
છે ૪૨ | ગાથાર્થ:- શુભ દ્રવ્યાદિ (દ્રવ્ય - ક્ષેત્ર- કાળ અને ભાવાદિ) મય નિમિત્તોના સમુહને અંગીકાર કરીને સુગુરુની સમીપે વિધિપૂર્વક ઉપરનું ગુણસ્થાનક પ્રાપ્ત કરવું. એ જ અહીં સાચો ઉપાય છે. || ૪૨ કે
ટીકાનુવાદ :- અત્યારે આત્માએ જે ગુણસ્થાનકને પ્રાપ્ત કરેલું છે. તેની ઉચિતતા સંપૂર્ણતયા પોતાનામાં આવે છતે, તથા ઉપરોક્ત ઉપાયોથી તે ઉચિતતાનો યથાર્થ નિર્ણય થયે છતે, તેનાથી ઉપરનાં અધિક ગુણસ્થાનકોની પ્રાપ્તિ કરવામાં હવે આ ઉપાય છે. અવિરત સમ્યગ્દષ્ટિ આત્મા હોય તો દેશવિરતિધર્મગ્રહણ કરવામાં, અને દેશવિરતિધર હોય તો સર્વવિરતિધર્મ ગ્રહણ કરવામાં તથા સર્વવિરતિધર હોય તો પરિહારવિશુદ્ધિ યા જિનકલ્પાદિ ગ્રહણ કરવામાં, એમ ઉત્તરોત્તર અધિક ગુણ સ્થાનક ગ્રહણ કરવામાં હવે કહેવાતો આ ઉપાય એટલે કે સાધનનો પ્રકાર વિશેષ છે કે :
- શુભ એવાં દ્રવ્યાદિ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિ) ચારનો સમુહ સ્વીકારીને જ તેના જ આશ્રયે ઉપરનું દેશવિરતિ આદિ ગુણસ્થાનક સ્વીકારવું. તે આ પ્રમાણે(૧) દ્રવ્યથી = અશોકવૃક્ષ, ત્રણ ગઢ, સિંહાસન, પ્રભુપ્રતિમા, શુદ્ધ અક્ષત,
શ્રીફળ, આસોપાલવાદિ ઉત્તમદ્રવ્યોનો મંડપ, ઈત્યાદિ. (૨) ક્ષેત્રથી = તીર્થસ્થાનો, તીર્થંકરભગવન્તોના જન્માદિકલ્યાણકોની ભૂમિઓ,
ઉપાશ્રયો, વારંવાર જ્યાં ત્યાગી સાધુસંતોનો ચરણસ્પર્શ થયો હોય તેવી ભૂમિઓ, વારંવાર સામાયિકાદિ ધર્માનુષ્ઠાન કરાતાં
હોય તેવાં સ્થાનકો, ઉપવનો, ઈત્યાદિ. (૩) કાળથી = સારી તિથિ, નક્ષત્ર-વાર, ચોઘડીયું, ચંદ્રમાનો યોગ, શુભ ગ્રહોનો
સંયોગ, ઈત્યાદિ. (૪) ભાવથી = વ્રત ગ્રહણ કરનાર,આપનાર ગુરુજી,અને અપાવનાર કુટુંબીઓ,
સ્નેહી મિત્રમંડળો, અને હિતેચ્છુ સજ્જનોનો હૈયાનો અતિશય વીર્ષોલ્લાસ વધતો હોય ત્યારે, ઈત્યાદિ.
Iયોગશતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org