________________
આવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ ચાર પ્રકારની શુદ્ધિ આવે છતે વ્રતગ્રહણ કરવું. ઉપરનું ગુણસ્થાનક સ્વીકારવું.
પ્રશ્ન:- આવી શુદ્ધિ આવે છતે ઉપરનું વ્રતગ્રહણ ક્યાં કરવું? કોની પાસે કરવું ?
ઉત્તર :- “સુગુરુ સમીપે”= (૧) વ્રતગ્રહણ કરનાર કરતાં અતિશય ઘણા જ ગુણોથી ભરેલા અર્થાત્ તેનાથી અધિકગુણોપેત એવા ગુરુ પાસે વ્રતગ્રહણ કરવું, (૨) વ્રત ગ્રહણ કરાવવાની શાસ્ત્રીય વિધિના યથાર્થ જાણકાર અર્થાત વિધિજ્ઞ એવા ગુરુ પાસે વ્રતગ્રહણ કરવું, (૩) મહાત્મા પુરુષોમાં હોવા જોઈએ એવા સંવેગ, વૈરાગ્ય, સમ્યજ્ઞાન અને પરહિતચિંતાદિ ગુણોથી જેઓ મહાપુરુષ થયેલા છે એવા ગુરુજી પાસે વ્રતગ્રહણ કરવું. કારણ કે વ્રત આપનાર ગુરુ પ્રશાન્તાદિ જેટલા ઊંચા ભાવવાળા હોય છે તેટલા જ ઊંચા ભાવો વ્રત ગ્રહણ કરનાર શિષ્યોમાં આવે છે. તેઓની છાયા તેમાં પડે છે. જેમ ચંદનના સંયોગથી ઈતરદ્રવ્ય પણ સુગંધી બને, શર્કરાના સંયોગથી દુષ્પાદિદ્રવ્યો પણ મધુર બને, તેની જેમ ઘણું કરીને ઊચાભાવો વાળી વ્યક્તિથી વ્રતગ્રહણ કરનાર શિષ્યવર્ગમાં પણ ઊંચાભાવોની પ્રસૂતિ થાય છે.
- જો કે આ ન્યાય પ્રાયઃ છે. અર્થાત્ ક્વચિત્ ગુરુ ગુણીયલ ન હોય તો પણ શિષ્ય પોતાના ભાવે ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી ઊંચા ભાવવાળો હોઈ શકે છે. જેમ કે અંગારમક આચાર્ય અભવ્ય હતા, તેમનું આન્તરિક જીવન સારું નહતું, પરંતુ બાહ્ય જીવન સારું ત્યાગી દેખી તેમની આજ્ઞા (એ જજિનેશ્વર પરમાત્માની આજ્ઞા હશે એમ સમજીને તેમની આજ્ઞા) નું જ કેવળ આરાધન કરવાથી પણ આજ્ઞાપાલનના સમયે પૂર્વબદ્ધ ચારિત્ર મોહનીય નામનું જે કર્મ, તે કર્મ આત્માની ભાવપરિણતિની શુદ્ધિના જોરે તુટી જવાથી અથવા મંદ થવાથી એમ કર્મની વિચિત્રતાથી આવા કુગુરુ પાસે પણ શિષ્યોનું હિત થયું છે અને થાય છે, તથાપિ તે ક્વચિત બને છે. માટે તે રાજમાર્ગ રૂપે ન સમજવું. આ કારણથી આવું ઉત્તમ વ્રતગ્રહણ શિષ્ય સુગુરુ પાસે જ સ્વીકારવું એ જ સાચો પરમ ઉપાય છે.
સુગુરુઓના સમજાવવાથી, ભયથી, લજ્જાથી, સહવાસથી, વારંવાર ટોકવાથી, ક્વચિત્ ગુસ્સાપૂર્વક દંડ-શિક્ષા કરવાથી, ક્વચિત્ મમતાભરી મીઠી વાણીથી, ક્વચિત્ રિસામણાં આદિથી એમ અનેક પ્રકારે સુગુરુ પાસે શિષ્યોનું વ્રતગ્રહણ અને વ્રતપાલન
યોગશ૭ ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org