________________
ધર્મોપદેશ યોગ્યાત્માને ગુરુજીએ આપવો. - વળી ભાવસાર પૂર્વક ધર્મોપદેશ આપવો એટલે ઉપદેશ આપનાર સદ્ગુરુએ પોતાનું હૈયું સંવેગ, નિર્વેદ અને સમતાદિ ભાવોથી ભરપૂર બનાવવું, જિનેશ્વરની વાણી પ્રત્યે અનન્યભાવ, જગતના તમામ પદાર્થોથી સ્વયં સર્વથા નિઃસ્પૃહ, દેહ છતાં દેહાતીત ભાવવાળા, નિશ્ચયથી અત્યન્ત મોક્ષાભિલાષી, સંસાર અને સંસારી જીવોની ખટપટ, કાવાકાવા, મેલી રમતો, તેમની સાથેનો જવાર્તાલાપ, સતત તેઓનો જ પરિચય, સતત લોકોના જ આવન-જાવન ભાવ, ઈત્યાદિ દુર્ગુણોથી તદન મુક્ત એવા મહાત્મા બનીને ઉપદેશ આપવો. આવા પ્રકારના સ્વતઃ પોતાનું વૈરાગ્યાદિ ગુણોથી વાસિત છે અંત:કરણ જેનું એવા મુનિ વડે અપાતો ઉપદેશ જ સંવેગસાર હોઈ શકે, કારણ કે પ્રાયઃ ઘણું કરીને વક્તાના ભાવમાંથી જ શ્રોતાના ભાવની પ્રસૂતિ થાય છે. વક્તાના ગુણો શ્રોતાને અસર કરે છે. ડૉકટરની મધુરી વાણી દર્દીના અર્ધદર્દને દૂર કરે છે. અને તે ડૉકટરની પ્રક્રિયાની તો વાત જ શું કરવી ? તેમ નયનિપુણ અને ભાવસાર એવા ગુરુજીની મધુરવાણી શિષ્યને અર્ધસુયોગ્ય તો એમને એમ જ બનાવે છે અને પછી ગુરુજી વડે કરાતી પ્રક્રિયા તો શિષ્યને ક્યાંયને ક્યાંય ઊંચા સ્થાને લઈ જાય છે.
દીક્ષા આપ્યા પહેલાં ગુરુજી શિષ્યની જેટલી કાળજી કરે છે તેના કરતાં અનેકગણી તેના આત્માના હિતની ભાળ-સંભાળ દીક્ષા આપ્યા પછી સતત રાખે છે. દીક્ષા આપવાની જરા પણ ઉતાવળ કરતા નથી. કારણ કે એક અયોગ્ય જીવ અંદર આવે તો તેનું તો ન સાધે, પરંતુ શાન્તચિત્તે, એકમને, વૈરાગ્યભીના હૃદયે સાધના સાધતા ઉત્તમ એવા ઈતર આત્માઓને પણ કલેશનું કારણ બને. ગુરુ-શિષ્યો વચ્ચે ઝઘડા કરાવે. સમુદાય છિન્ન-ભિન્ન કરે ઈત્યાદિ અનેક નુકશાન થાય. માટે આત્માર્થી મહાત્માઓ આવી લાલચમાં કદાપિ ફસાતા નથી. સ્વ-પરનું હિત થાય તેવો જ રસ્તો આચરે છે. ૨૯ |
અવતરણ :- તિલુપતિનાયડ૬ :- આ જ વાત વધુ સ્પષ્ટ જણાવતાં કહે છે.
सद्धम्माणुवरोहा, वित्ती', दाणं च तेण' सुविशुद्धं ।। पजिणपुयभोयणविही', संझानियमो य जोगंतो ॥ ३० ॥
યોગશાક છે - Dr.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org