________________
માટીનો કાચો ઘડો અને આગમાં પકાવેલો પાકો ઘડો, એમ બન્ને ઘટપણે સમાન હોવા છતાં કાચો ઘડો જલાધારમાં અપાત્ર હોવાથી જો તેમાં પાણી ભરવામાં આવે તો જલાધાર થવા સ્વરૂપ કાર્ય કરવામાં તો અકરણ બને જ. પરંતુ કાચો ઘડો ફુટી જવા રૂપ વિપરીત ફળને પણ આપે છે. જેમ સર્પને પાવામાં આવતું દુધ વિષવર્ધક જ બને છે. ભવાભિનન્દી જીવો ભોગના ખુબ જ વિલાસી છે. તેથી જ અહંકારી, કદાગ્રહી, કુટિલ અને અપ્રજ્ઞાપનીય છે. માટે તેવાને અપાતો ઉપદેશ આત્મહિત સાધવામાં અકરણ (અસાધન) બને છે અને વિપરીતકાર્ય કરવામાં સાધન બને છે તેથી ત્યાં અપાત્રમાં અપાતો આ ઉપદેશ અનુપદેશ છે એમ જ્ઞાનીઓ કહે છે. આ જ કારણથી ચંડકૌશિક જેવાને સામેથી સમજાવવા જનારા પ્રભુ શ્રી મહાવીર સ્વામી સામેથી નિકટ આવેલા સંગમદેવને સમજાવવામાં મૌન રહ્યા, કારણ કે ચંડકૌશિક પ્રજ્ઞાપનીય હતો અને સંગમ અપ્રજ્ઞાપનીય હતો. માટે જ્યાં ત્યાં ઉપદેશ આપવો નહીં.
લોકતત્ત્વસાર નામના ગ્રંથમાં કહ્યું છે કે :
શરીરમાં નવો જ શરૂ થયેલો તાવ જલ્દી શમાવવામાં આવે તો અંદરથી ગરમી ન નીકળેલી હોવાથી દોષ માટે જ થાય છે. અર્થાત ઉતર્યા પછી ડબલવેગે તાવ આવે છે. તેની જેમ અપ્રશાન્તમતિવાળા જીવોમાં શાસ્ત્રોનાં રહસ્યોનું પ્રતિપાદન પણ દોષ માટે જ થાય છે.”
તથા અપુનર્બન્ધકાદિ ૩/૪ પ્રકારના ઉપદેશને યોગ્ય એટલે કે ઉપદેશના વિષયભૂત એવા આત્માઓમાં પણ જો અનીદશ એટલે કે ઉપર સમજાવ્યો તેમ અનુરૂપ નહિ પરંતુ વિરૂપ ઉપદેશ જો અપાય તો તે પણ અનુપદેશ જ કહેવાય છે. અહીં ઉપદેશને યોગ્ય વિષય ભૂત પાત્રો ચાર બતાવ્યાં અને તેઓને યોગ્ય ઉપદેશ પણ જુદો જુદો ચાર પ્રકારનો બતાવ્યો. હવે જે જે પાત્ર છે જે ઉપદેશને યોગ્ય હોય તે તે પાત્રને તે તે ઉપદેશ આપવો તે ક્ષયોપશમની વૃદ્ધિ કરનાર હોવાથી ઉપદેશ કહેવાય છે. પરંતુ અપુનર્બન્ધકને સર્વવિરતિનો, અને સર્વવિરતિધરને દેશવિરતિધરનો, અને દેશવિરતિધરને અપુનર્બન્ધકપણાનો, એમ આડા – અવળો અસ્ત-વ્યસ્ત ઉપદેશ આપવો તે ક્ષયોપશમની અનુગુણતાને અનુસરનારન હોવાથી ક્ષયોપશમને અનુરૂપ ન હોવાથી અનુપદેશ જ કહેવાય છે.
આ વિષય સમજાવવા આચાર્યશ્રી એક દૃષ્ટાન્ત સમજાવે છે કે બહારથી
I યોગશક 11I
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org