________________
પુરુષ રૂપે માત્ર દેખાતી વ્યક્તિ અંદરથી અપુરષ (નપુંસક) હોય તો સંતતિજન્માદિ રૂપ સ્વકાર્ય જેમ કરી શક્તિ નથી, તેની જેમ અવિષયમાં અપાતો આ ઉપદેશ પણ સ્વકાર્ય કરવામાં અસમર્થ છે, માટે અનુપદેશ જ છે. તથા અયોગ્યમાં અપાતો આવા પ્રકારનો આ ઉપદેશ અનુપદેશ કેમ છે ? તો જણાવે છે કે એક કારણ એ છે કે નિયમ કર્મબંધનું કારણ બને છે. જ્યાં સુધી પાત્રતા નમ્રતા અને પ્રજ્ઞાપનીયતા પ્રગટી ન હોય અને અહંકાર - આવેશાદિ જોરમાં હોય ત્યારે અપાતો ઉપદેશ વધુ રોષ ઈર્ષ્યા દાઝનું કારણ બનવાથી તે જીવને વધુ ને વધુ ચીકણાં કર્મો બાંધવાનું કારણ બને છે.
બીજું કારણ એ છે કે શ્રોતાઓને અનિષ્ટ (અપ્રીતિ - અરૂચિ) ઉત્પન્ન કરનાર છે. જે જીવો હજુ ભવાભિનન્દી જ છે, સંસારસુખમાં જ મસ્ત છે. તેઓને ધર્મનો માર્ગ સાંભળતાં જ અરૂચિ - દ્વેષ ઉત્પન્ન થાય છે. વધારે ને વધારે વેર-ઝેરનું કારણ બને છે. તેના તરફથી અસહ્ય ઉપસર્ગ પરિષહો આવવાનો પણ સંભવ છે.
અને ત્રીજું કારણ એ છે કે તીર્થકર ભગવાનની આજ્ઞાની વિરાધના છે. અપાત્રમાં દેશના અનર્થકારી હોવાથી ભગવાનની આજ્ઞા નથી, છતાં જો આપણે દેશના આપીએ તો ભગવાનની આજ્ઞાની વિરાધનાનો દોષ લાગે છે.
આ પ્રમાણે અવિષયમાં કરાતો ઉપદેશ, અને વિષયમાં પણ અયોગ્ય રીતે કરાતો ઉપદેશ તે અનુપદેશ છે. માટે વિષયમાં (જે જે પાત્ર જે જે ઉપદેશને યોગ્ય હોય તે તે પાત્રમાં તેને તેને યોગ્ય જો યથોદિત ઉપદેશ આપવામાં આવે તો તે કલ્યાણકારી – આત્મહિત કરનાર અને કહેનાર તથા સાંભળનારના આત્માને મોક્ષની સાથે જોડનાર હોવાથી તીર્થંકર ભગવાનની આજ્ઞા વડે પરિશુદ્ધ એવો આ યોગ્યને યોગ્ય ઉપદેશ આપવો તે જ યથાર્થ “યોગ” કહેવાય છે. મેં ૩૬ .
અવતરણ :- પુર્વ સામાન્ચે રૂપાનુપ પ્રયોગન-પિથાય प्रत्यपायपरिजिहीर्षया विशेषतोऽभिधित्सुराह
આ પ્રમાણે અપાત્રને અપાતો અને પાત્રને અયોગ્ય રીતે અપાતો ઉપદેશ તે અનુપદેશ છે. તે બાબતમાં સામાન્યથી પ્રયોજન બતાવીને હવે પ્રત્યપાય રૂપ = પાપ સ્વરૂપ એવા ઉપદેશને ત્યજાવવાની ઈચ્છાથી આચાર્યશ્રી તે જ અનુપદેશની બાબતમાં વિશેષથી પ્રયોજન જણાવે છે :
Wયોગશાક રn
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org