________________
નીચે મુજબ ત્રણ નુકશાનો મોટા પાયે થાય છે. તેથી ઉપદેશકને પણ તીવ્રકર્મબંધ થાય છે.
ક્યાં કારણોથી ? તો તે કારણો જણાવે છે –
(૧) યોગીના ગુણોની હિલના (નિન્દા) ઉપદેશક જે ગુરુજી છે તે યોગી છે. યથાર્થ યોગી છે. અને યોગી તરીકે જગતમાં પ્રસિદ્ધ છે. તે ગીતાર્થ છે. પરહિતકારક છે. છતાં અયોગ્યને ઉપદેશ આપે, અથવા યોગ્યને અનુચિત ઉપદેશ આપે તો તે અયોગ્ય વ્યક્તિ ગુજી ઉપર અને ધર્મ ઉપર રોષે ભરાય, ધર્મથી વધુ વિમુખ બને, ધર્મસ્થાનોમાં ગમે તે કારણોથી પણ આવતો હતો તે સદંતર બંધ થઈ જાય, તેને કાળાન્તરે ધર્મમાર્ગે વાળવાનું પણ અસંભવિત થઈ જાય. ધર્મ પ્રત્યેનાં દ્વેષનાં બીજ ઉંડાં રોપાઈ જાય. તમામ શ્રમણવર્ગ પ્રત્યે અપ્રીતિવાન બને. આવો વ્યવસાય જે યોગીએ કર્યો તે વ્યવસાય તે યોગીને ન છાજે તેવો છે એટલે “અયોગિયોગઃ” અયોગીને એટલે યોગી મહાત્માને ન શોભે તેવો ઉપદેશ આપવારૂપ જે યોગ સેવ્યો, વ્યવસાય સેવ્યો, વ્યાપાર કર્યો તે વ્યવસાય યોગી મહાત્માને તીવ્ર કર્મ બંધાવનાર છે. કારણ કે યોગી મહાત્મામાં જે “યોગીપણું છે તેની જગતમાં હિલના (હસી -મશ્કરી) અર્થાત વિડંબના થાય, તથા યોગીની વિડંબના થયેછતે તે યોગી મહાત્મામાં બીજા પણ છે જે સારા ગુણો હોય તે ગુણો પણ આવા અયોગ્ય જીવો દ્વારા નિર્દિત કરાય. અયોગ્ય જીવો તેમના ગુણોની ચોરે અને ચૌટે નિન્દા કરે.
જે વ્યક્તિ જે પદાધિરૂઢ હોય” તે વ્યક્તિ જો તે પદને અનુસારે જીવન ન જીવે અર્થાત તે તે પદના ધર્મને અનુરૂપ પાલન જ ન કરે તો ગામમાં ઢંઢેરો પીટાયા વિના જ તે પદની, અને તે પદ ઉપર પ્રતિષ્ઠિત થયેલ વ્યક્તિની વિડંબના (નિન્દા) જગતમાં થાય છે. એમ વૃદ્ધ પુરુષો કહે છે.
“અનુરૂપ ઉપદેશ આપવા” રૂપ આચાર્યશ્રીની “અનાવડતતા”ની (એટલે કે બીન અનુભવીપણાની) ધીરે ધીરે ચોતરફ પ્રસિદ્ધિ થતાં તે યોગીની અને તે યોગીના તમામ ગુણોની હિલના કરાયાનું મહાપાપ આવા ઉપદેશકને લાગે છે.
(૨) નષ્ટનીશાનાર્ -
“પડેલાને વધારે પાડનાર હોવાથી” વળી આ સંસારાભિલાષી જીવોને ભોગસુખો જ અતિપ્રિય હોવાથી ધર્મોપદેશને માટે અયોગ્ય છે. તીવ્ર મોહને લીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org