________________
(૧) પ્રથમ ગુરુજીએ આપેલો આ ઉપદેશ હૈયામાં પરિણામ પમાડવો. મનમાં વિચારવું કે આ ગુરુજી તારક છે, ગીતાર્થ છે, સંવેગપરિણામી છે, પરહિતચિંતક છે, નિ:સ્વાર્થભાવે ધર્મોપદેશક છે. જેમ કોઈ સાચા અને સારા ડૉક્ટર દર્દીને યથાર્થ નિદાન કરે અને યથાર્થ ઔષધ આપે તો તે દર્દીનું અર્ધ દર્દ તો તે જ વખતે હળવું થઈ જાય, કાળાન્તરે સંપૂર્ણ નષ્ટ થઈ જાય, અને તે દર્દી આનંદિત-પ્રફુલ્લિત થાય, તેમ હે આત્મન્ ! તને પણ આ ગુરુજી અને તેમનો ઉપદેશ ડૉક્ટર અને ઔષધની જેવા યથાર્થ મળ્યા છે. માટે તું તેને હૈયામાં ભાવથી ઉતારી લે, આ ઉપદેશમાં અને તેમણે બતાવેલાં ધર્માનુષ્ઠાનમાં જોડાઈ જા. આ જ હિતકારક છે. આવો ધર્મપરિણામ હૈયામાં પરિણત થયે છતે વિચારવું કે
(૨) ભાવથી પોત-પોતાને યોગ્ય ધર્માનુષ્ઠાનો આચરવામાં તું પ્રવૃત્તિ કર. જે જે પ્રતિબંધકભાવો આવે તેનો સામનો કરી પોતાને પ્રાપ્ત ગુણમાં સ્થિર થા. પ્રાપ્ત ગુણોમાં પ્રવર્તતો છતો તેના પછીના ઉત્તર-ઉત્તર અધિકગુણોને મેળવવા માટે બે બે પ્રકારની “ઔચિત્યતા”ની અપેક્ષા રાખવાપૂર્વક હવે પછીની ૪૦મી ગાથામાં કહેવાતો વિધિમાર્ગ અપનાવવો જોઈએ.
(૩) બે પ્રકારની ઔચિત્યતા આ પ્રમાણે છે :- (૧) જે આત્માને યોગની જે ભૂમિકા પ્રાપ્ત થઈ છે, તે ભૂમિકામાં બરાબર દૃઢ થવું, તે ભૂમિકાને શોભાવેદીપાવે તેવો જીવનવ્યવહાર ઘડવો, સંસારના બીજા જીવોને પણ જે આલબેન રૂપ બને, બીજાને પણ તારક બને, એવું સુંદર તે ગુણઠાણ સુશોભિતપણે જીવનમાં અપનાવવું. જેમ કે દેશવિરતિની ભૂમિકા આવી હોય તો દેશવિરતિ ગુણઠાણું યથાર્થ દઢ કરવું, તેને શોભાવે એવું જીવન ઘડવું. જો દેશવિરતિનું પણ ઠેકાણું ન હોય અને સર્વવિરતિ સ્વીકારે તો તે યથાર્થ આચરી શકે નહિ માટે પ્રાપ્તગુણમાં યથાર્થ મજબૂત થવું. તે પ્રથમ ઔચિત્ય. (૨) પોતાને યોગની જે ભૂમિકા પ્રાપ્ત થઈ છે તેની ઉપરની ભૂમિકામાં જવાની તાલાવેલી લાગવી, અને તેના માટેનું સત્ત્વ મારામાં છે કે નહિ? હું તે પાળી શકશે કે નહિ ? ઈત્યાદિ ઉત્તરોત્તર ગુણસ્થાનકોના સત્ત્વ માટેની વિચારણા કરવી તે બીજું ઔચિત્ય. આ પ્રમાણે પ્રાપ્તગુણોની સ્થિરતા, અને ઉત્તરગુણોની પ્રાપ્તિ માટેની તાલાવેલી તથા તેના સત્ત્વની ગવેષણા કરવાપૂર્વક હવે કહેવાતો વિધિમાર્ગ વિચારવો. (૪) હવે કહેવાતો આ વિધિમાર્ગ અતિનિપુણતાપૂર્વક વિચારવો,
Wયોગશતક ૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org