________________
પ્રકારનાં મરણો પ્રત્યે આવો વિચાર કરવો.
આ જીવન વિજળીના ચમકારા જેવું ક્ષણભંગુર છે. ભરયુવાવસ્થામાં વર્તતા આત્મા મરણ પામે છે. હાર્ટ ફેઈલ, એસીડેન્ટ, અને અસાધ્ય રોગ આદિથી અકાલે મૃત્યુ પામતા જીવો નજરે દેખાય છે. તો પછી તે આત્મા ! તું અમર રહેવાનો છે એમ કેમ કહી શકાય ? પ્રતિદિવસે મરણ નજીક જ આવે છે. ક્યારે આવશે તે નક્કી નથી પરંતુ આવવાનું છે તે નક્કી છે જ. ફરીથી આવા દુર્લભ સાનુકુળ સંજોગો પ્રાપ્ત થવા મુશ્કેલ છે. માટે હે આત્મન્ ! વેલાસર ધર્મારાધન કરી લે.
પ્રમાદથી બેફામ પાપકર્મો તું બેફીકરાઈથી કરે છે. પરંતુ તે કર્મોનાં ફળો ભવાન્તરમાં તારે જ ભોગવવાનાં છે. ભોગવ્યા વિના છુટકારો થતો નથી. પ્રમાદજન્ય કર્મોનાં ફળો જ્યારે ભોગવવાનાં આવશે ત્યારે સુંદર સમજણવાળો આ માનવભવ નહીં હોય. નરક – નિગોદાદિના અત્યન્ત દુઃખી અજ્ઞાની અને પરવશ ભવો હશે ત્યારે હે આત્મન્ ! તું શું કરી શકીશ ? ત્યાં આર્ત-રૌદ્રધ્યાનથી નવાં કર્મો જ બાંધીશ. માટે વેલાસર ચેતી જા અને આવા મરણોને જોઈને આત્મસાધન કરી લે.
આ પ્રમાણે ગાથા - ૩૩ - ૩૪ - ૩૫ એમ ત્રણ ગાથામાં કહેલો સંક્ષેપમાં કુલ ૧૦ પ્રકારનો સદુપદેશ ઉત્તમગુરુજીએ પોતાના શિષ્યોને તેઓના આત્મહિત માટે નિઃસ્પૃહભાવે અવશ્ય આપવો. અમે સંક્ષેપમાં તેનો અર્થ સમજાવ્યો છે. છતાં અનુભવી ગીતાર્થ મહાત્માઓએ બીજા બીજા દૃષ્ટાન્તો અને દલીલો આપીને શિષ્યોને આ સદુપદેશ તેઓના આત્મામાં સમવતાર પામે તે રીતે વિસ્તારથી સમજાવવો. અતિશય સંક્ષેપમાં દશવિધ ઉપદેશ આ પ્રમાણે(૧) ગુરફુલવાસ
(૬) ગુરુવચનમાં આત્મલાભ ચિંતન (૨) ઉચિત વિનયકરણ (૭) સંવરમાં નિછિદ્રતા (૩) વસતિ પ્રમાર્જનાદિ (૮) શુદ્ધ ઉચ્છજીવન (૪) વીર્યનું અનિગૂહન (૯) વિધિપૂર્વક સ્વાધ્યાયકરણ (૫) સર્વત્ર પ્રશમભાવે પ્રવૃત્તિ (૧૦) મરણ અપેક્ષણ. ઉપરોક્ત દશવિધ ઉપદેશ જાણવો. || ૩૫ // उवएसोऽ'विसयम्मी, विसए "वि 'अणीइसो 'अणुवएसो । વંથનિમિત્ત બંધાયમા, નો પુરવે નો છે રૂદ્દ છે
યોગશતક - 11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org