________________
(૪)ભોજનવિધિ - તથા પોતાની આજીવિકા સચવાય તે રીતે યોગ્ય સમયે શ્રાવકે ભોજન કરવું. તે પ્રસંગે પણ નીચે મુજબ વિધિ સાચવવી.
૧. ૩ચિતવનયિભાવે નિયોગઃ - ભોજન કરવાનો ઉચિત સમય થાય ત્યારે ભોજન કરવું. પરંતુ તે ભોજન કરવા બેસતાં પહેલાં “મારે ત્યાં કોઈ સાધુસતાનો લાભ મળ્યો કે નહિ ? મારે ત્યાં અતિથિવિશેષ આવ્યા કે નહિ ?, મારું અન્ન કોઈ યોગ્યના પાત્રમાં પડ્યું કે નહિ ? ઈત્યાદિ ચિંતવવા પૂર્વક ઉચિત એવી દાનાદિ ક્રિયા કરાયે છતે નિયોગ (ભોજન) કરવું. કોઈ સંત અતિથિ કે ભિક્ષુકનો યોગ ન થયો હોય તો અન્ને કૂતરા - ગાય આદિ પશુને પણ દાન આપીને પછી જ ભોજન કરવું.
૨. ટિાજ્ઞાતમ્ - જેમ એક કીડી એક કણ લાવે તો પણ અનેક કીડીઓ સાથે મળી તે કણને દરમાં લઈ જઈ બધા સાથે મળીને ખાય, તેના દૃષ્ટાન્તે પોતે અને પોતાના આશ્રિતો સાથે મળીને ભોજન કરે પરંતુ એકલપેટા ન બને, સ્વાર્થી ન બને, સમુહમાં સાથે ભોજન કરે.
૩. પરિગ્રહેક્ષા ઘરમાં ધન-ધાન્યાદિનો તથા રાંધેલી રસોઈનો પરિગ્રહ (સંગ્રહ) કેવો છે ? કેટલો છે ? તેની ઈક્ષા = તપાસ કરીને પછી ભોજન કરે, જો સંગ્રહ વધારે દેખાય તો નબળા પાડોશી અને સ્વજનોને સહાયક થાય, સાધર્મિક ભક્તિનો લાભ લે, સાધુસંતોની સેવા કરે, આ રીતે ઉપકારક બને.
૪. ઔચિત્યેન વર્તનમ્ = ઉચિતપણે વર્તે, માતા-પિતાને ભક્તિથી, પત્નીને રાગથી, પુત્ર-પુત્રીને વાત્સલ્યભાવથી, પાડોશીને સ્નેહથી અને ભિક્ષુકવર્ગને અનુકંપાથી એમ જેની સાથે જે ઉચિતભાવ છે. તેની સાથે તે ઉચિતભાવે ભોજન આપીને પછી ભોજન કરે, અથવા સાથે ભોજન કરે.
=
૫. સ્થાનોપવેશઃ - ઉપરોક્ત ચર્યા આચર્યા પછી બેસવા માટેના યોગ્ય સ્થાને ઉપવેશ (બેઠક) કરે. સ્થિર આસને બેસીને જમે, પરંતુ ઊભાં ઊભાં કે હાલતાં ચાલતાં ન જમે, લારીઓ ઉપર કે બજારમાં ઊભા ઊભા ભોજન ન કરે તથા પોતાની નીચે આસન અને થાળી નીચે પાટલો રાખીને જમે જેથી હરતી ફરતી કીડી – મકોડાદિ જીવાત ગરમ-ગરમ રસોઈથી દાઝી ન જાય ઈત્યાદિ
૬.
નિયમે સ્મૃતિઃ - ભોજન વેળાએ પૂર્વે લીધેલા નિયમોનું સ્મરણ કરે.
|| ગોગાત - ૯૩ f
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org