________________
કરે છે. જે આ રીતે શારીરિક પરિશ્રમ, કાળક્ષેપ આદિને ગણકાર્યા વિના સતત દેશનાનો ધોધ વરસાવે છે. વળી ચિત્ર-વિચિત્ર એટલે કે અનેક પ્રકારના શારીરિક રોગોથી પીડાતા દર્દીને રોગના યથાર્થ નિદાન અને યથાર્થ ઔષધ આપનારા સુવૈદ્યો આ જગતમાં પ્રાપ્ત થવા જેમ દુર્લભ છે, તેમ રાગ-દ્વેષાદિ ભાવરોગોથી પીડાતા અર્થાત્ અભિભૂત થયેલા એવા મને આવા વીતરાગ પ્રભુ પ્રણીત યથાર્થ મોક્ષમાર્ગના ઉપદેશક તરણતારણ ગુરુ પ્રાપ્ત થવા અતિદુર્લભ છે. જેવી રીતે જંગલમાં ભૂલા પડેલાને સાચો માર્ગ બતાવનાર મળવા દુર્લભ છે, તેવી રીતે આવા ગુરુ મળવા દુર્લભ છે. ઈત્યાદિ ઉદાહરણોથી ગુરુજીની નિશ્રામાં પોતાના આત્માને પ્રાપ્ત થતા લાભો વિચારવા.
માર્ગ ઉપર આવવાને યોગ્ય એવા જે પાત્ર શિષ્યો જણાય, તેના ઉપર ગુરુજી કોઈ વખત પ્રસન્નતા પણ બતાવે અને કોઈ વખત ઉદાસીનતા પણ બતાવે, કોઈ વખત વાત્સલ્યતા પણ બતાવે અને કોઈ વખત તિરસ્કાર પણ બતાવે. જીવોનું જે પ્રકારે હિત થાય તેમ દેખાય તે જીવો ઉપર તે રીતે વર્તે. આવી ગુરુઓની પરસ્પર વિરુદ્ધ દેખાતી પ્રવૃત્તિઓ પણ શિષ્યકિત માટે જ હોય છે. ગુરુજીનો અનુગ્રહ જેમ ઉપકારક છે. તેમ નિગ્રહકરવા રૂપ કૃપા પણ ઉપકારક છે. વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણીશીલ અધ્યાપકો જેમ ક્યારેક વાત્સલ્યથી ભણાવે તેમ ક્યારેક શિક્ષા પણ કરે, ગુસ્સો પણ કરે અને માર પણ મારે, પરંતુ તેઓના તે સર્વપ્રસંગોમાં જ્ઞાનપ્રાપ્તિ રૂપ શિષ્યતિ જ હોય છે.
માત્ર એકલી મીઠાસ વરસાવનારા, મસ્કાબાજ ગુરુઓ શિષ્યોના સાચા હિતેચ્છુઓ નથી, ભારે તાવ (આકરો તાવ) વિગેરે રોગોને દૂર કરવા સુવૈદ્યો અત્યન્ત કડવી દવા પણ આપે, દવા ન લે તો ઠપકો - ગુસ્સો પણ કરે, અને આંખ લાલ કરીને કડવી દવા પણ પાય છે. તે સર્વ પ્રસંગોમાં સર્વત્ર રોગીનું હિત જ સમાયેલું છે. તેની જેમ શિષ્યોમાં રહેલા અનાદિના ઘર કરીને ગાઢ થઈને જામેલા દોષોને દૂર કરવા ક્યારેક મીઠાસથી ઉપદેશ આપે તેમ ક્યારેક શિક્ષા - ઠપકો - ગુસ્સો પણ કરે અને ક્વચિત્ તાડન પણ કરે, સર્વત્ર હૃદયમાં શિષ્યકિત જ હોય છે. આત્મહિતના લાભ માટે આવી શિક્ષા અને તાડન પ્રાપ્ત થાય એ પણ અસીમગુરુકૃપા જ છે. એમ વિચારવું. || ૩૪ ||
આયોગશતક / ૩ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org