________________
અવતરણ :- તથા = વળી અન્ય પણ સાધુને યોગ્ય ઉપદેશ જણાવે
संवरणिच्छिड्डत्तं', सुद्धंछुज्जीवणं' सुपरिशुद्धं । विहिसझाओ मरणादवेक्खणं जइजणुवएसो ॥३५॥
"संवरनिश्छिद्रत्वं" आश्रवनिच्छिद्रत्वं यतेरुपदेशः । संवरच्छिद्रं हि गिरिशिखरात् पातालतलपातः । तथा "शुद्धोञ्छजीवनं" आधाकर्मादित्यागेन सुपरिशुद्धं कल्पनीत्यनुसारतः । तथा "विधि स्वाध्यायः" = विधिना वन्दनादिलक्षणेन वाचनाद्यनुष्ठानम् तथा "मरणाद्यपेक्षणं = मरण प्रमादजकर्म फलाद्यपेक्षणं, “यतिजनोपदेशः' इत्ययमेवम्भूतो તનના ચોપડા રૂતિ થાર્થ છે રૂપ
ગાથાર્થ - (૭) સંવરના કાર્યોમાં નિછિદ્ર બનવું, (૮) નિર્દોષ ગોચરી ચર્યાનું સુપરિશુદ્ધ પાલન કરવું, (૯) વિધિપૂર્વક સ્વાધ્યાય કરવો, (૧૦) પ્રતિદિન મરણ નિકટ આવે છે, એમ નિરીક્ષણ કરવું. આવા પ્રકારનો દસ પ્રકારે ધર્મોપદેશ મુનિઓને ગુરુજીએ આપવો. | ૩૫ |
ટીકાનુવાદ - (૭) સંવરમાં નિછિદ્રતા
સાધુ જીવનમાં કર્મોને રોકવા માટે પ૭ ભેદો વાળો સંવરધર્મ પ્રાપ્ત થયો છે. (૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના, ૨૨ પરિષહ અને ૫ ચારિત્ર) “અહિંસા સંયમ અને તપ” એ ત્રણ પ્રકારનો ધર્મ દશવૈકાલિકમાં કહ્યો છે તે ત્રણમાં “અહિંસાધર્મ” એ સાધ્ય છે. “સંયમધર્મ” એ સાધન છે. અને “તપધર્મ” એ અતિચારોની શુદ્ધિ છે. આ ત્રણે પ્રકારના ધર્મમાં મોહરૂપી ચોરો ઘૂસી ન જાય તેટલા માટે જ પ૭ ભેદોવાળા સંવરની મુનિના આત્માએ દિવાલ બનાવી છે. હવે જો તે દિવાલમાં છિદ્ર પડી જાય તો મોહરૂપી ચોરો અંદર ઘૂસી જાય અને પ્રાપ્તધર્મનો વિનાશ કરી નાખે માટે આ પ૭ ભેદોવાળા સંવર રૂ૫ દિવાલમાં આશ્રવો રૂપી છિદ્રો પડવા દેવા જોઈએ નહીં, પ્રાપ્તસંવરને નિછિદ્ર રાખવો એટલે તે સંવરમાં આશ્રવો રૂપી છિદ્રતાથી રહિતપણું પ્રાપ્ત કરવું. જો આ પ્રાપ્ત સંવરધર્મ છિદ્રવાળો
આ યોગાસલક ર 1 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org