________________
च"सेवनंच, भगवदाज्ञेति कृत्वा । तथा वसतिप्रमार्जनादिषु क्रियाभेदेषु यत्नः, आदिशब्दाद् उपधिप्रत्युपेक्षणादिग्रहः, तथा कालापेक्षया न तु यदृच्छाप्रवृत्त्या। રૂતિ માથાર્થ છે રૂરૂ |
ગાથાર્થ - (૧) ગુરુકુલવાસ, (૨) ગુરુની આજ્ઞાને પરવશ રહેવું, (૩) ગુરુ આદિનો ઉચિત વિનય કરવો, (૪) વસતિ પ્રમાર્જનાદિ ધર્મકાર્યોમાં કાલની અપેક્ષાએ યથાયોગ્ય પ્રવૃત્તિ કરવી. . ૩૩ |
ટીકાનુવાદ :- (૧) ગુરુકુલવાસ એ સાધુસંતોનો મૂલગુણ છે. ભગવતી સૂત્રમાં “ભગવાનની સાથે વસતા એવા મારા વડે સંભળાયું” “મુક્તમય ગાવતા' આવા પ્રકારનો આવેલો પાઠ ગુરુકુલવાસમાં પ્રમાણભૂત છે. ગુરુ કુલવાસ એટલે ગુરુની સાથે વસવું, અનાદિકાળથી આપણો જીવ અજ્ઞાની અને અહંકારી છે, તેના જ કારણે કદાગ્રહી અને કુટિલ છે, તેથી જ માર્ગે દોરનાર કોઈ ગુરુ ઉપર હોવા જોઈએ, તે ગુરુ પરમગીતાર્થ, સંવેગપરિણામી, અધ્યાત્મી, અને પૂર્ણવૈરાગી હોવા જોઈએ, જો આવા ગુણિયલ ગુરુની નિશ્રામાં આ આત્મા વિચરે તો જ્ઞાનીના યોગથી અજ્ઞાન દૂર થાય, અધ્યાત્મના યોગથી અહંકાર દૂર થાય, મારું તે જ સાચું એવી માન્યતા દૂર થાય, પોતાનું મન ગુરુને સમર્પિત કરે, કાવા-દાવા-છળ – કપટ કે યુક્તિ પ્રયુક્તિ લગાડવાનો વ્યવસાય બંધ કરે, સાથે રહેવાથી ગુરુજીની વાચનાનો લાભ મળે, વાચના, વૈયાવચ્ચ, અને ભક્તિ આદિ અનેક ગુણોની વૃદ્ધિ થાય, સ્વચ્છંદતા, અહંકાર, કદાગ્રહ, માયા આદિ દુર્ગુણોનો નાશ થાય માટે ગુરુકુલવાસ એ સાધુનો મૂળગુણ છે.
અહીં ગુરુકુલવાસનો અર્થ “ગુરુની આજ્ઞાને પરતપણે વર્તવું” એવો અર્થ સમજવો, જેથી ગુરુભગવત્ત તેવા પ્રકારના સંજોગોના કારણે દેશ-વિદેશમાં વિચરવાની આજ્ઞા કરે અને તે આજ્ઞાનું પાલન કરવા માટે શિષ્યો ગુરથી ભિન્ન દેશોમાં વિહાર કરે તેના કારણે શિષ્યોને ગુરુની સાથે રહેવાનો યોગ ન પણ મળે, તથાપિ તે ગુરુકુલવાસ ન કહેવાય એમ નહીં. આ પણ ગુરુકુલવાસ જ ગણાય, આ અર્થ સમજાવવા માટે જ મૂળગાથામાં “ગુરુષારતન્ત્રતયા” ગુરુજીમા પરવશપણે એવો અર્થ કરેલો જ છે, તેથી ગુરુકુલવાસનો અર્થ ગુરુની સાથે જ રહેવું એવો અર્થ એકાન્ત ન કરતાં ગુરુજીની ઈચ્છાને અનુસરવું એવો અર્થ કરવો. ખરેખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org