________________
શ્રાવકોને તે તે વસ્તુવિષયક ઉપદેશ આપવો. “માદ્રિ” શબ્દથી શ્રાવકોની તે તે પ્રકૃતિની અપેક્ષાએ અન્ય પણ અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત તથા ધીરે ધીરે મહાવ્રતાદિના સંભવને અનુકુળ વિગેરે સૂક્ષ્મ પદાર્થોના આલંબનરૂપ પણ ધર્મોપદેશ આપવો. પ્રાથમિક કક્ષાના શ્રાવકને મધ્યમ શ્રાવકજ્યોગ્ય અને મધ્યમશ્રાવકને ઉત્કૃષ્ટ શ્રાવકજ્યોગ્ય, અને ઉત્કૃષ્ટ શ્રાવકને સાધુ યોગ્ય મહાવ્રતાદિનો ક્રમશઃ ઉપદેશ આપવો, કારણ કે જે આત્માને જે નિકટવર્તી ગુણનો ઉપદેશ હોય તે ઉપરોક્ત હેતુઓથી તુરત સફળતાને પામે છે, માટે જે જે જીવો જે જે ઉપદેશને યોગ્ય હોય તે તે જીવોને તે તે ઉપદેશ આપવો. આ પ્રમાણે યોગના ત્રીજા નંબરના અધિકારી એવા શ્રાવકોને ઉપદેશ આપવાનો અધિકાર પુરો કરીને હવે સર્વવિરતિધર સાધુને આશ્રયી ઉપદેશ આપવાની વિધિ સમજાવે છે.
હવે ચોથા નંબરના યોગના પાત્રની ઉપદેશ વિધિ -
ચારિત્રધારી ભાવથી સર્વવિરતિવાળા મુનિઓને કેવો ઉપદેશ આપવો ? તે વિધિ હવે જણાવે છે કે - શિષ્ટ પુરુષોએ આચરેલી, ઉત્તમ, અને ધર્મસાધક એવી ક્રિયાઓના સમુહ સ્વરૂપ એવી સર્વ સાધુસામાચારીનો ઉપદેશ આપવો. પરંતુ ત્યાં પણ જે જીવને ચારિત્ર મોહનીય કર્મોનો ક્ષયોપશમ થવાથી જેટલી યોગ્યતા પ્રાપ્ત થઈ હોય તેની અપેક્ષા રાખીને અધિક ક્ષયોપશમ થાય તે રીતે ધર્મોપદેશ આપવો. પ્રાથમિક જઘન્ય સાધુને મધ્યમસાધુતાનો, મધ્યમસાધુને ઉત્કૃષ્ટ સાધુતાનો ક્રમશ: ઉપદેશ આપવો. કારણ કે નિકટનો ગુણ તુરત પરિણામ પામે છે. નિસરણીનાં પગથીયાં જેમ ક્રમશઃ ચડાય તેમ જે રીતે સફળતા આવે તેવો ઉપદેશ આપવો.
અવતરણ :- નાધિદ- સાધુસંતોને ઉપદેશ આપવા યોગ્ય એવી આ સામાચારીને આશ્રયીને આચાર્યશ્રી જણાવે છે કે - गुरुकुलवासो' गुरुतंतयाय', ऊचियविणयस्स करणं च । વલપમUTI ગત્તો, તદ" #ાત્ર વેરા ૫ રૂરૂ I
गुरुकुलवासो मूलगुणो यतेः, "सूयं मे आउसंतेण (आचाराङ्ग ११)इतिवचनप्रामाण्यात्,कथमयमिष्यते?इत्याह-"गुरुतन्त्रतया गुरुपारतन्त्र्येण आत्मप्रदान - सत्यपालनेन । तथा "उचितविनयस्य" ज्ञानविनयादेः, "करणं
।
| nયોગશાક 100
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org