________________
૧. સ્વર્ગ-મૃત્યુ અને પાતાલ એમ ત્રણે ભુવનના આ પ્રભુ જ ગુરુ છે. ૨. સપુરુષોને પણ આ પ્રભુ જ વંદનીય છે. ૩. તેઓની સામે કરાતું આ ચૈત્યવંદન જ યથાર્થ સત્ય તત્ત્વ છે. ૪. તેઓને કરાતું આ ચૈત્યવંદન, એ જ સાચી ગુણજ્ઞતા છે. પ. આ ચૈત્યવંદન એ જ મહાકલ્યાણને કરનારું છે. ૬. આચૈત્યવંદન એ જ સંસારિક અનેક ભયંકર દુઃખો રૂપી પર્વતોને ભેદવામાં
વજતુલ્ય છે. ૭. આ ચૈત્યવંદન એ જ સર્વસુખોની પ્રાપ્તિમાં કલ્પવૃક્ષ તુલ્ય છે. ૮. આ ચૈત્યવંદન (નું શરણ) એ જ જીવલોકમાં સારતત્ત્વ છે. ૯. આ ચૈત્યવંદન (પુનઃ પ્રાપ્ત થવું) દુર્લભમાં દુર્લભ છે
દુર્લભતર છે અર્થાતુ દુર્લભ પદાર્થોમાં શિખરતુલ્ય છે.
આવા ઉત્તમ ભાવોથી ઉછળતા, અપરિમિત, અનંત હર્ષાવેશથી અતિશય સુવાસિતપણે આ ચૈત્યવંદન શ્રાવકોએ કરવું જોઈએ. આવો ઉપદેશ આપવો જોઈએ. (અહીં સમુ×સદ્ ઉછળતા, અસમ અજોડ, અનુપમ, અપરિમિત, સમૂહર્ષાવેશથી મામ્ = સુવાસિતપણે એવો શબ્દાર્થ જાણવો).
(૨) યતિશ્રાવણા - પરમાત્મા શ્રી વીતરાગદેવના શાસનના વિશિષ્ટારાધક એવા સર્વવિરતિધર મહામુનિઓની સેવા-ભક્તિ શ્રાવકોએ અવશ્ય કરવી જોઈએ, એવો ઉપદેશ ધર્મગુરુઓએ આપવો. કારણ કે તે મહામુનિઓ કેવા છે ?
૧. આ સર્વે મહામુનિઓ ચારિત્રસંપન્ન છે. ૨. આ મહામુનિઓ ચારિત્ર પાળવામાં સારી રીતે સતત ઉદ્યમી છે. ૩. તેઓની સેવા-ભક્તિ કરતાં આ સંસારમાં બીજું કોઈ પરમકૃત્ય નથી. ૪. આ મુનિ જ ગુણોના ભંડાર છે. અર્થાત ગુણોના પ્રકર્ષવાળા છે. ૫. મહામુનિઓની આ કાયા પોતાના સર્વ પ્રયત્નો વડે રક્ષવી જોઈએ.
૬. આ મુનિ જ તે ઊંચા ગુણો તરફ ઉત્સર્પણ-ગમન કરનાર-કરાવનાર (૧) અહિ આ નવે વિશેષણો ભગવાનનાં છે. છતાં પુવન"યં માં પુલિંગ, ઔષા ગુણજ્ઞતા માં સ્ત્રીલિંગ, અને મહાતમ્ માં નપુંસકલિંગ એમ જે લિંગભેદ છે. તે સામાન્યથી જાણવો - સંસ્કૃત ભાષામાં કવચિત્ વિશેષણવિશેષ્યને અસમાનલિંગ - અસમાન વચન પણ આવે છે. જેમ કે ક્ષમા વીરસ્ય ભૂષણમ્ | વેવા પ્રમાણમ્ I માટે આ
સમજવા. તે જ પ્રમાણે આગળ આવતાં “પતિશ્રાવણાનાં” અને ધર્મવિષયક શ્રવણનાં પણ વિશેષણોમાં લિંગભેદ નિર્દોષ છે. એમ સ્વબુદ્ધિથી યથાયોગ્ય જાણવું.
I યોગશક 101
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org