________________
રૂપે ઘણી ઉંચી અને પવિત્ર ભાવના ભાવવી.
આ જીવલોક (સંસાર) અત્યન્ત અસાર છે, માયાવી માણસની પાથરેલી ઈન્દ્રજાળ તુલ્ય છે, અર્થાત્ સ્વપ્નસમાન - ઝાંઝવાના જળ સમાન છે, પ્રાપ્ત થયેલા સંજોગો ક્ષણવારમાં વાદળ વિખેરાય તેમ વિખેરાઈ જાય છે, મિત્ર શત્રુ બની જાય છે, સ્નેહ અને સગાં વહાલાં અલ્પકાળમાં જ નારાજ થઈ જાય છે, વર્ષો સુધી જેનું મન સાચવ્યું હોય પરંતુ સંયોગવશાત્ એક વખત મન ન સચવાય તો પણ માણસનું મુખ ચડી જાય છે,
પાંચે ઈન્દ્રિયોના વિષયો વિષ (ઝેર)ની તુલ્ય મારક છે, ઈષ્ટ સંયોગોમાં રાગ થાય છે, અને ઈષ્ટના વિયોગમાં શોક-પ થાય છે, આ રાગ-દ્વેષ એવાં ચીકણાં કર્મો બંધાવે છે કે વિષ એક ભવમાં એક વાર મારે છે, પરંતુ આ કર્મો તો આ જીવને ભવોભવમાં અનંતીવાર મારે છે, માટે અપેક્ષાએ વિષથી પણ અધિક છે.
પૂર્વકૃત કર્મોના ઉદયથી આવેલાં દુઃખો આ સંસારમાં કોઈ કોઈ વાર એવાં કઠોર - અને કાતિલ હોય છે કે જે ઘણા પ્રયત્નોથી પણ દૂર થતાં નથી. જેમ નળદમયંતી,સીતા-રામ, મયણાસુંદરી,ખંધકમુનિ, ગજસુકમાલમુનિ, ઈત્યાદિનાં દ્રષ્ટાન્તો નજર સન્મુખ છે. અગ્નિશર્મા-ગુણસેન, તથા ચંદનબાળા આદિ અનેક મહાન સ્ત્રી પુરુષો પણ પૂર્વકૃત કર્મોથી દુઃખી થયા છે. તેથી આ સંસારનું દુ:ખ વજૂ તુલ્ય કઠોર છે.
પ્રિયપદાર્થોના સંયોગો ચંચલ છે. પત્તાંના મહેલની જેમ ક્ષણવારમાં વિનાશ પામે છે. ઘણા અરમાનો સાથે મેળવેલા સંયોગો ક્ષણવારમાં જ વિયોગ સ્વરૂપે પરિણામ પામે છે. શરણાદિ વાજીંત્રોના સૂરોને બદલે મરણીયાં સંભળાય છે. હર્ષ ઘડીકવારમાં શોક રૂપે પરિણામ પામે છે.
સંપત્તિઓ અસ્થિર છે. જે ધન ઉપર ઘણો મોહ છે, જેનાથી સંસારનો તમામ વ્યવહાર ચાલે છે, જેના માટે ઘણાં કષ્ટો વેઠાય છે, જેના માટે ઘણા માણસોના પરાભવો – અપમાનો સહન કર્યા છે, તે જ ધન – સંપત્તિઓ “જાણે નાતરું કરનારી નાર” હોય તેમ ગમે ત્યારે એક ઘર છોડી બીજે જ ઘરે જઈ બેસી જાય છે. તેના ઉપર પૂર્ણ ભરોસો રાખી જીવન જીવવું નકામું છે. ગમે ત્યારે દગો આપે જ છે, ભરોસાપાત્ર નથી, દગાબાજ છે. પ્રમાદ અતિ ભયંકર છે, દુર્ગતિઓનું પ્રધાન કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org