________________
નિગોદ-નરક-વિશ્લેન્દ્રિયાદિ અનેકભવો આ સંસારમાં છે. તેથી તે ભવોમાંથી માનવભવ મળવો અતિ દુષ્કર છે. એકેક ભવમાં પલ્યોપમ અને સાગરોપમોનાં આયુષ્યો, તેમાંથી નીકળવું દુષ્કર, વળી મનુષ્યોની સંખ્યા પરિમિત, તેમાં નંબર લાગવો દુષ્કર, માટે આવા સંજોગો હે આત્મા ફરી ફરી મળવા દુર્લભ છે. આ માનવભવ જ ધર્મારાધનાનું મહાનું સાધન છે. કારણ કે ધર્મારાધનાની સર્વ સામગ્રી આ માનવભવમાં જ મળે છે. વીતરાગ પરમાત્માનું શાસન, ત્યાગી -વૈરાગી નિર્ઝન્ય મુનિઓ, પવિત્ર તીર્થભૂમિઓ, અનેકવિધ આગમો અને શાસ્ત્રો, સંત મહાત્માઓનો સમાગમ, વિશિષ્ટબુદ્ધિમત્તા, ઈત્યાદિ ધર્મારાધનાની ભરપૂર સામગ્રી માનવભવમાં જ ભરેલી છે. તેથી આ જૈન ધર્મ અને તારકદેવ – ગુરુ - આદિ ઉત્તમ સાધનો સિવાય બીજા અન્ય સર્વ વડે મારે સર્યું. હું આ ધર્મમાં જ પ્રયત્ન કરું અને મારા જીવનને ધર્મમય બનાવું. આ ધર્મના વિષયમાં મારે અલ્પ પણ ઉપેક્ષા કરાય નહીં. જો અહીં ઉપેક્ષા કરું તો તે કોઈપણ રીતે યોગ્ય નથી. જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ મૃત્યુ નજીક આવે છે. જો રાહ જોઈશ તો મૃત્યુ આવીને ઊભું જ રહેશે. પરમાત્માનું દર્શન અથવા આત્માના શુદ્ધસ્વરૂપનું દર્શન અને સદ્દગુરુનો યોગ વારંવાર મળવો દુર્લભ છે. મનુષ્યભવ વિના અન્યત્ર તો મળતો જ નથી. પરંતુ મનુષ્યભવમાં પણ ક્વચિત્ જ મળે છે. માટે એકેક ક્ષણ લાખેણી જાય છે.
આ પ્રમાણે પ્રશસ્તભાવને પામેલા શ્રાવકે આવી ઉંચી ઉત્તમ ભાવનાઓ ભાવવી. આ પ્રમાણે ગૃહસ્થને પણ યોગનો સંભવ છે જ. જો તેનાથી નીચેની કક્ષાના અપુનર્બન્ધક અને સમ્યદષ્ટિને યોગ હોય છે. તો દેશવિરતિધર શ્રાવકને યોગનો સંભવકેમ ન હોય?માટે શ્રાવકભોગી હોવાછતાં ઉપરોક્ત પરિણતિ અને પ્રવૃત્તિઓથી તે યોગી પણ બને છે. ગ્રંથકારશ્રીએ જ યોગબિન્દુમાં કહ્યું છે કે :
योजनाद् योग इत्युक्तो, मोक्षेण मुनिसत्तमैः । स निवृत्ताधिकारायां, प्रकृतौ लेशतो धुवः ।। २०१॥ वेलावलनवन्नद्यास्तदापूरोपसंहृते: प्रतिस्रोतोऽनुगत्वेन, प्रत्यहं वृद्धिसङ्गतः ॥ २०२॥ भिन्नग्रन्थेस्तु यत् प्रायो, मोक्षे चित्तं भवे तनुः । तस्य तत् सर्व एवेह, योगो योगो हि भावतः ॥ २०३ ॥
If યોગશતક 107 #
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org