________________
"चैत्यवन्दनं'= भुवनगुरुरयं, वन्दनीयः सताम्, एतदेव सत्तत्वम्, सैषा गुणज्ञता,महाकल्याणमेतत्, दुःखाचलवज्रम्,सुखकल्पपादपः,जीवलोकसारः, दुर्लभानां शेखरः एतच्चैत्यवन्दम् "इति समुल्लसदसमसम्मदामोदम् । तथा 'यतिविश्रामणा च"चारित्रिण एते, एतदुद्यता इति,नातः परं कृत्यम्, प्रकर्षोऽयं गुणानाम्, रक्ष्य एषः काय आत्मनो नियोगेन, तदुत्सर्पणोऽयं,बीजमेतद्भावस्य, महावीर्यमेतत्, उचिता विश्रामणा "इति महाविवेकसारसंवेगसारता । तथा" श्रवणं धर्मविषयमिति "उत्तमः श्रुतधर्मः,मोहतमोरविः,पापवध्यपटहः,प्रकर्षः Aવ્યાપIIમ, સેતુઃ સુરનોય, માવામૃતમયમ, શિવઃ શિવઃ , जिनभावबीजम्, अभिव्यक्तो जिनेन, नातः परं कल्याणम्, इति । विशिष्टशुश्रूषयागृहिणः = श्रावकस्य "एषोऽपि"अनन्तरोदितव्यापार: "योगः" अन्वर्थयोगाद् मोक्षेण योजनात् ।।
ગાથાર્થ -ચૈત્યવંદન, મુનિસેવા, તથા ધર્મવિષયક શ્રવણ, આબધી પ્રવૃત્તિઓ ગૃહસ્થને માટે યોગ રૂપ છે. તો પછી ભાવનામય જે માર્ગ છે તે તો યોગધર્મ કહેવાય જ તેમાં શું આશ્ચર્ય છે ? | ૩૧ ||
ટીકાનુવાદ :- ગૃહસ્થો સંસારના ભોગી - વિલાસી અને આરંભ-સમારંભ વાળા હોવાથી યોગી કેમ કહેવાય ? આ પ્રશ્નનો ઉત્તર જો કે પ્રથમ કહેવાઈ ગયો છે. કારણ કે અપુનર્બન્ધકાદિ ચાર પ્રકારના જીવો કોઈ ને કોઈ પ્રકારે ધર્મપરિણતિ અને ધર્મપ્રવૃત્તિ દ્વારા પોતાના આત્માને મોક્ષની સાથે જોડે છે. તેથી યોગી કહેવાય જ છે. અપુનર્બન્ધકથી નીચેની કક્ષાવાળા ભવાભિનંદી જીવો સવિશેષ ભોગી છે, પરંતુ યોગી નથી. (જુઓ યોગવિંશિકા ગાથા-૩) દેશવિરતિધર શ્રાવકો ભોગી હોવા છતાં પણ મોક્ષાભિલાષપૂર્વક ધર્મપ્રવૃત્તિ અને ધર્મપરિણતિવાળા હોવાથી યોગી જ છે. આવા પ્રકારના ધર્મોપદેશને યોગ્ય એવા શ્રાવકોને અને તે કારણથી જયોગમાર્ગના અધિકારી બનેલા એવા શ્રાવકોને ધર્મગુરુઓએ નીચે મુજબ ધર્મોપદેશ આપવો જોઈએ.
(૧)ચૈત્યવંદન - અનંત ઉપરકારી પરમાત્મા વીતરાગ દેવને (અને તેઓની મૂર્તિને) સવાર-સાંજ અવશ્ય વંદન કરવું જોઈએ. કારણ કે તે વીતરાગ પરમાત્મા કેવા છે ?
I યોગશાક છે
૯ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org