________________
જ ધનોપાર્જન કરે. પોતાના શ્રાવકપણાના ગુણઠાણાને (ભૂમિકાને) અનુચિત પ્રવૃત્તિ ત્યજવા પૂર્વક જ ઉચિત આચરણાથી ધનોપાર્જનની પ્રવૃત્તિ કરે.
(૨) સુવિશુદ્ધ દાન - સદ્ધર્મને અલ્પ પણ બાધા ન આવે તેવી રીતે આજીવિકાનો વ્યવસાય કરતાં કરતાં પ્રાપ્ત કરેલા તે ધન વડે પોતાની આર્થિક શક્તિને અનુસારે નીચે જણાવાતી વિશેષતાપૂર્વક નિત્ય સુવિશુદ્ધ એવું કંઈ પણ દાન અવશ્ય આપે. દાન આપવામાં આટલી વિશેષતાઓ સાચવવી.
(૧)વિતત = પોતાની આર્થિક સ્થિતિને અનુસાર દાન આપવું. જો શક્તિનું ઉલ્લંઘન કરીને દાનનો અતિરેક કરાય તો દેવાદાર બની જવાય, પરિવારને ધર્મ તરફ અરૂચિ થાય, કુટુંબ આર્થિક વિપત્તિમાં મુકાય, મુડી ઓછી થતાં અથવા નાશ પામતાં ધંધાઓ ખલાસ થઈ જાય, સામાજિક સંબંધો વિનાશ પામે, પરિવારમાં તથા સગાઓમાં આર્ત રૌદ્રધ્યાન વ્યાપી જાય, જેના કારણે અમૂલ્ય માનવભવ હારી જવા માટે શક્તિનું ઉલ્લંઘન કરીને દાન ન આપવું. હવે જો શક્તિ ગોપવવામાં આવે તો દાનધર્મ ઉપર પ્રીતિ ઘટે, વીર્યાન્તરાય અને મોહનીય કર્મ બંધાય, સમાજમાં અવસરોચિત લાભ ન લેવાથી અપકીર્તિ થાય,અનેક માણસોની અપ્રીતિ વધે, પરિણામ કરૂણાળુને બદલે કઠોર બને, મુર્છા – મમતા પરિગ્રહની વૃદ્ધિ થાય. માટે શક્તિ છુપાવવી નહીં.
(૨) શ્રદ્ધાતિઃ - દાન આપવાથી નિઃસ્પૃહતા, પૂર્વબદ્ધકર્મોનો ક્ષય, ઉદારતાદિ ગુણવૃદ્ધિ, પરમકલ્યાણ, ઈત્યાદિ અંતરંગ આત્મગુણોની પ્રાપ્તિ થાય છે. એવી પરમ શ્રદ્ધાપૂર્વક દાન આપવું. તથા પરનો ઉપકાર, લોકમાં પ્રતિષ્ઠા, માન, વિશિષ્ઠ માણસોના સંબંધો, ઈત્યાદિ બાહ્યલાભ પણ થાય છે. એમ શ્રદ્ધાપૂર્વક દાન આપવું.
(૩) સંરતઃ – દાન લેનાર વ્યક્તિ પ્રત્યે હૈયાનો સત્કાર રાખી, તેનું સન્માન કરી, તેના પ્રત્યે આદરભાવ રાખી દાન આપવું, હૈયાના ઉલ્લાસથી આપવું પરંતુ લેનાર પ્રત્યે તિરસ્કાર - અપમાન કે તોછડાઈભર્યા વર્તનથી દાન ન આપવું.
(૪) નતઃ – યોગ્ય અવસરે દાન આપવું. જેમ ચોમાસામાં વરસેલો વરસાદ અનેકગણા ધાન્યની વૃદ્ધિનો હેતુ બને છે. અનવસરે વરસેલો વરસાદ ઉગેલા ધાન્યનો પણ વિનાશ કરે છે. તેમ લેનારને જ્યારે જરૂરિયાત હોય ત્યારે દાન આપવું, તથા આપનારનો વીર્ષોલ્લાસ વધ્યો હોય ત્યારે દાન આપવું.
આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org