________________
પક્ષપાત હોય છે. તેથી ગમે તેવા ઈષ્ટભોજનોને પણ છોડીને ક્રિયાત્મકભાવે રમવા દોડી જાય છે. તેની જેમ અવિરતસમ્યગ્દષ્ટિને દેશવિરતિ વધુ પ્રિય હોવાથી અણુવ્રતગુણવ્રત-શિક્ષાવ્રત સ્વીકારવા રૂપે, ચૈત્યવંદન, ગુરુવંદન અને તપત્યાગાદિ ક્રિયાત્મકભાવે કરવા રૂપે તુરત પરિણામ પામે છે. માટે તે જ ગુણસ્થાનક ઉપદેશ્ય છે.
(૪) તથા આ આત્માને પાંચમા ગુણઠાણાનો પક્ષપાત હોવાથી અને ક્રિયાત્મકભાવે પરિણામ પ્રાપ્ત થયેલો હોવાથી પોતાના આત્માનો પરિણામ તેમાં વાસ્તવિક અંજાવાથી, હાર્દિક શુભભાવ વધવાથી સૂત્રોમાં જેમ કહ્યું છે તેમ જ સમ્યમ્ પ્રકારે આ પાંચમું ગુણઠાણું તે પાળી શકે છે. પરિણતિગુણપૂર્વક યથાર્થ પાલન જીવનમાં આવી શકે છે. તેથી આ જ ગુણસ્થાનક ઉપદેશ્ય છે.
વળી જૈનશાસ્ત્રોમાં જ કહ્યું છે કે સાધુધર્મનો ઉપદેશ આપતાં પહેલાં તેની આદિમાં જીવને શ્રાવકધર્મના અણુવ્રતાદિ આપવાનો કાળ એ જ વિષય છે. એટલે કે સાધુધર્મનાં વ્રતો આપતાં પહેલાં શ્રાવકધર્મનાં અણુવ્રતો આપવાં જોઈએ, તેનો રસિક બને, અંશે અંશે વ્રતો પાલતો થઈ જાય ત્યારે મહાવ્રતો આપવાં જોઈએ. તપસ્વીને પારણામાં પ્રવાહી અપાય પછી ધીરે ધીરે જઠરાગ્નિ જેમ જેમ સતેજ બને તેમ તેમ કઠણ ખોરાક અપાય તેમ આદિમાં અણુવ્રતો આપવાનું જૈનશાસ્ત્રોમાં સુપ્રસિદ્ધ છે.
અન્યથા = જો એમ કરવામાં ન આવે અને પહેલેથી જ સાધુધર્મ સમજાવવામાં આવે તો સાધુધર્મ કઠીન લાગતા, વીયૅલ્લાસ મંદ પડી જતાં, ત્યાગમાર્ગ પ્રત્યે જ અરુચિ વધતાં, ઉપાશ્રયનાં પગથિયાં ચડતો જ બંધ થઈ જાય. તેથી ભાવિમાં દેશયાગ આવવાનો સંભવ પણ લુપ્ત થઈ જાય. માટે ઉપર કહેલા પ્રથમ દેશયાગ અને પછી સર્વત્યાગના માર્ગ કરતાં વિપરીત ઉપદેશ આપવાથી આ જીવ વ્રત પ્રત્યે જ નાખુશ થતાં મહાદોષ લાગે. જે યોગમાર્ગનું બીજ રોપાયું હતું તેનો પણ ઉચ્છેદ થઈ જાય. માટે આ નયની અપેક્ષાએ પ્રથમ દેશયાગ જ ઉપદેશ્ય છે. આ ચર્ચા નયોને સામે રાખીને કરીએ તો જરૂર યથાર્થ સમજાશે. ર૮
અવતરણ - હવે યોગધર્મના ત્રીજા અધિકારી દેશવિરતિધર આત્માને કેવો ઉપદેશ આપવો તે જણાવે છે :
. / યોગશતક + ૮ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org