________________
આદિની જેમ બહારથી ભારે અભિમાની દેખાતા હોવા છતાં પણ અંદરથી લઘુકર્મી હોય છે. વિશિષ્ટપ્રજ્ઞાપનીય સ્વભાવવાળા હોય છે. ઇશારા માત્રમાં સંપૂર્ણ વસ્તુને સમજનારા હોય છે. તેથી તેઓ તે રીતે ઉપદેશ આપે તે વક્તા-શ્રોતાની વિશિષ્ટતાના નયથી બરાબર છે. પરંતુ સાધારણ વક્તા-શ્રોતા જ્યાં હોય. જ્યાં આટલી તીવ્ર પુણ્યાઈ નથી માટે ત્યાં પ્રથમ દેશત્યાગ સમજાવી પછી જ સર્વત્યાગ સમજાવવો. તે પણ નયભેદે યથાર્થ જ છે. તેનાં મુખ્ય ચાર કારણો છે.
(૧) અવિરત સમ્યગ્દષ્ટિ એ ચોથું ગુણસ્થાનક છે અને દેશવિરતિ એ પાંચમું ગુણસ્થાનક છે. ગુણસ્થાનકોના ક્રમ પ્રમાણે તે પાંચમા ગુણસ્થાનકના ભાવોની પ્રાપ્તિ કરવામાં તે ચોથું ગુણસ્થાનક નજીક પડે છે. અર્થાતુ પાંચમા ગુણસ્થાનકના ભાવો આ જીવમાં જલ્દી પ્રાપ્ત થઈ શકે છે. વિશેષાવશ્યક મહાભાષ્યમાં કહ્યું છે કે આ જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે પલ્યોપમ પૃથકત્વ પ્રમાણ સ્થિતિ ઓછી થયે છતે શ્રાવકધર્મની પ્રાપ્તિ થાય છે. વળી પ્રથમ ધોરણનો અભ્યાસ કરનારને બીજા ધોરણનો અભ્યાસ નજીક હોવાથી તુરત પરિણામ પામે છે. તેના બદલે ત્રીજા-ચોથા ધોરણનો અભ્યાસ કરવા જાય તો બુદ્ધિભેદ થતાં અનર્થ થાય.માટે પાંચમું ગુણસ્થાનક“આસન્ન” હોવાથી તેવા જીવોને તે જ ઉપદેશ્ય છે.
(૨) આ જ કારણથી આ પાંચમું ગુણસ્થાનક (અતિશય નિકટવર્તી હોવાથી જ) તે શ્રાવકધર્મવાળા પાંચમા ગુણસ્થાનકમાં જ આ જીવોને અતિશય પક્ષપાત થાય છે. કારણ કે જે વસ્તુ ભાવથી આસન્ન હોય, તે વસ્તુ સ્વભાવાત્મક બની જવાના સંભવથી તે વસ્તુનો પક્ષપાત આવે જ છે. જેમ મૃગને પોતાનું બચ્યું ભાવથી (સ્નેહથીશરીરના સંબંધથી) આસન્ન છે. તેથી બળવત્તર સિંહ આક્રમણ કરે તો પણ તે મૃગને તે બચ્ચે પોતાના સ્વભાવાત્મક (આ મારું જ છે. આ બચ્યું તે હું જ છું, એમ) થવાથી તેના પક્ષપાતને લીધે બલવાનું સિંહની સામે પણ આક્રમણ કરે છે. તેની જેમ આ જીવને પાંચમા ગુણઠાણાની પ્રાપ્તિ નિકટ ન હોવાથી પક્ષપાત થાય છે. તેથી તે જ ગુણસ્થાનક ઉપદેશ્ય છે.
(૩)તથા આ જ કારણથી (આ જીવને પાંચમા ગુણઠાણાનો પક્ષપાત હોવાથી) જલ્દી જલ્દી તે આત્મામાં આ પાંચમું ગુણઠાણું ક્રિયાત્મક ભાવે પરિણામ પામતું હોવાથી તે જ ઉપદેશ્ય છે. જે જીવને જેનો પક્ષપાત હોય છે તે જીવમાં તે વસ્તુ ક્રિયાત્મકભાવે તુરત જ પરિણામ પામે છે. જેમ કે નાના બાળકને રમતક્રિયાનો
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org