________________
અને ત્યાગાવસ્થા કેમ આવે એટલા માટે અણુવ્રતાદિ રૂપ અલ્પત્યાગનો ઉપદેશ આપવો. (આ મૂળગાથામાં કોઈ ક્રિયાપદ નથી. તેથી અર્થસંગત થાય તેટલા માટે ૨૪ મી ગાથાથી “પદ્દેશો તાતિવ્ય:' આટલું પદ અનુવૃત્તિ રૂપે વર્તે છે. એમ જાણવું).
ગીતાર્થ ધર્મગુરુઓએ આ ધર્મોપદેશ કેવી રીતે આપવો ? તે જણાવે છે કે-મન-વચન-અને કાયા એમ ત્રિકોટિ (ત્રણે પ્રકારે) અતિશય શુધ્ધ એવી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને અનુસારે જ ધર્મોપદેશ આપવો. મનથી સ્વમતિ કલ્પિત ઉપદેશ આપવો નહીં, પોતાના વિચારો તરફ કદાગ્રહથી જીવોને ખેંચવા નહીં. વચનથી તુચ્છ-હલકી-બિભત્સ ભાષાથી ઉપદેશ આપવો નહીં, કાયાથી હલકા હાવ-ભાવ પૂર્વક ઉપદેશ આપવો નહીં, પરંતુ યથાર્થ સૂત્રાનુસારિણી મધુર સ્વરે ઉત્તમ હાવભાવપૂર્વકની ધર્મોપદેશના આપવી.
તથા વળી તે તે શ્રોતાના હૈયાના તથાભાવ = અભિપ્રાય = રૂચિ વિશેષ જાણીને ધર્મોપદેશ આપવો. પૂર્વભવોમાં પ્રાપ્ત કરેલા સંસ્કારોના આધારે આ ભવમાં કોઈને ભગવાનની પૂજા સવિશેષ રૂચે, કોઈને અધ્યયન સવિશેષ રૂચે, કોઈને ત્યાગ તપ સવિશેષ રૂચે, કોઈને સામાયિક પ્રતિક્રમણ સવિશેષ રૂચે, કોઈને ભક્તિ સવિશેષ રૂચે, કોઈને પરની સેવા (વૈયાવચ્ચ) સવિશેષ રૂચે, મોક્ષપ્રાપ્તિના અસંખ્ય યોગો છે, જેને જે રૂચે તેને તે સવિશેષ સમજાવવો, ફક્ત બીજા પણ જે યોગો છે તે યોગો ઉપર અરૂચિ ન થાય, પરંતુ બીજા યોગો મારાથી નથી સેવાતા તે સેવવાનો કયારે શુભ અવસર આવે ? એમ ઇતરના અસેવનના ખેદપૂર્વક રૂચિ વધે તે રીતે વિવક્ષિત ઇષ્ટ યોગ સમજાવવો. ગમતા યોગથી એક વખત વિકાસ પામશે તો કાળાન્તરે બીજા યોગો પણ ઈષ્ટ બનશે જ, કોઈ પણ વિવલિત એક નગરમાં જવાના રસ્તા જેમ અનેક હોય છે. બધા જીવો બધે જ રસ્તે ચાલી શકતા નથી. કોઈ પણ એક રસ્તે જ ગામમાં પ્રવેશ કરે છે. ફક્ત બીજા રસ્તાથી ગામમાં ન જ જવાય એવા વિરોધક હોતા નથી. તેમ અહીં સમજવું.
અવતરણ :- અથ વિમર્થ સુપ્રસિદ્ધમાલી સાથુથર્મોપશમુનીય શ્રાવથHપશઃ ? ત્યદ -
સાધુધર્મ એ સર્વથા ત્યાગધર્મ છે. તે સર્વશ્રેષ્ઠ ધર્મ છે. તો પ્રારંભમાં શ્રેષ્ઠ
pયોગશક છે કે I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org