________________
न विक्षेपणीकथाविशेषेण । तथा गुरु - देवातिथिपूजाद्यतिकृत्य । तद्यथा - . गुरुपूजा कर्तव्या, देवपूजा कर्तव्या, अतिथिपूजा कर्तव्या, आदिशब्दात् सत्कारसन्मानपरिग्रहः । तथा दीनदानादि चाधिकृत्योपदेशो दातव्यः दीनेभ्यो देयम्, तपस्विभ्यो देयम्, आदिशब्दाद् रात्रिभोजनादि परिहर्तव्यम् । રૂતિ ગાથાર્થ છે ર૬ છે
ગાથાર્થ :- પ્રથમ યોગના અધિકારી (એવા અપુનબંધક) જીવોને સામાન્યથી (૧) પરની પીડાનું વર્જનાદિ, (૨) ગુરુ-દેવ-અને અતિથિઓની પૂજાદિ, (૩) અને દીન-દરિદ્રી આત્માઓને દાનાદિ આપવાં, આવા વિષયોને આશ્રયી લોકવિષયક ધર્મનો ઉપદેશ આપવો. | ૨૫ ||
ટીકાનુવાદ :- યોગધર્મના અધિકારી ચાર પાત્રો છે. તે પૈકીના પ્રથમ એટલે અપુનર્બન્ધક જીવોને કેવો ઉપદેશ આપવો ? તે આ ગાથામાં આચાર્યશ્રીએ સ્પષ્ટ કર્યું છે. આ કક્ષાના જીવો હજુ યોગમાર્ગમાં પ્રવેશ જ કરે છે. દાખલ જ થાય છે. પ્રાથમિક જ છે. માટે સૂક્ષ્મ એવો લોકોત્તર ધર્મ હમણાં ન સમજાવવો. પરંતુ લૌકિકધર્મ સમજાવવો, લૌકિક ધર્મ સમજાવવા દ્વારા તેને ધર્માભિમુખ કરવો. માનવજીવનના સંસ્કારો આપવા. સાચા માનવ થવાનો ઉપદેશ આપવો.
(૧) જેવો આપણને આપણો જીવ વહાલો છે. તેવો સર્વજીવોને પોતાનો જીવ વહાલો છે તો પરજીવને પીડા કેમ કરાય ? પરપીડા વર્જવી જ જોઈએ, તેથી માંસાહાર - શિકાર - પક્ષીનું વિંધવું ઈત્યાદિ હિંસાત્મક પાપો કેમ કરાય ? તેનો ત્યાગ કરાવવો.
(૨) “સાચું બોલવું”= જુઠું બોલવાથી જુઠું ઉઘાડું પડી જવાનો ભય રહે છે. એક જુઠ અનેક જુઠ કરાવે છે. જુઠ ઉઘાડું થતાં માનહાનિ થાય છે. મન કાયમ ચિંતાતુર જ રહે છે. તે જુઠ છુપાવવા માયા કરવી પડે છે. માટે સાચું જ બોલવું.
(૩) ગુરુઓની પૂજાદિ કરવાં = ગુરુ એટલે માતા-પિતા-વડીલો-સ્કુલના શિક્ષક, વિદ્યાગુરુ કુટુંબના વડેરાઓ, ઈત્યાદિની પૂજા-ભક્તિ-પ્રણામ કરવા, આદિ શબ્દથી તેઓનો સત્કાર અને સન્માન કરવાં (કોઈ પણ વસ્તુ ભેટ ધરીએ તે સત્કાર, હૃદયથી તેઓ પ્રત્યે પૂજ્યભાવ રાખીએ તે સન્માન), હમણાં ધર્મગુરુની ઓળખાણ કે તે તરફ વાળવા પ્રયત્ન ન કરવો. તથા તેનો નિષેધ પણ ન કરવો.
IS
TI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org