________________
સત્યમાર્ગે ચડાવવાનાં મહાનું કારણ બને છે. આ વિષય સમજાવવા આચાર્યશ્રી દૃષ્ટાન્ત આપે છે :
જંગલમાં કોઈ પથિક માર્ગથી ભૂલો પડ્યો, ખોટે રસ્તે ઘણું ચાલ્યું. માર્ગ હાથ ન લાગતાં રસ્તે મળેલા કોઈ રસ્તાના અનુભવીને સાચો માર્ગ પુછયો, તેણે સાચો માર્ગ દિશાથી બતાવ્યો. તેણે બતાવેલી દિશા તરફના સાચે રસ્તે પહોંચવા માટે ખોટા રસ્તા અને સાચા રસ્તાની વચ્ચે આવતાં ખેતરો, ખાડા, ટેકરા, નદીનાળાં, ખુંદતો-ખુંદતો અર્થાત આ રીતે વ્યવહારથી ઉન્માર્ગે ચાલતો ચાલતો એટલે કે આડા-અવળા કેડી રસ્તે ચાલતો ચાલતો પણ કાળાન્તરે તે સત્ય માર્ગની દિશાભણી ચાલતો હતો માટે વ્યવહારથી કાળાન્તરે સત્યમાર્ગમાં આવે જ છે. (આવર્તની = ઉન્માર્ગ અને વર્તની = સત્યમાર્ગ). તેવી જ રીતે અત્યારે લૌકિક ધર્મ (મિથ્યાધર્મ) કરતો હોવા છતાં પણ આ જીવ ધર્માભિમુખ હોવાથી કાલાન્તરે સત્યધર્મમાં આવે જ છે. નિશ્ચયનયથી તો જરાક વધુ સૂક્ષ્મ વિચાર કરીએ તો સમજાશે કે આડાઅવળા-ખેતર-ખાડા-ટેકરાને ખુંદતો જે માર્ગ છે તે માર્ગ (ઉન્માર્ગ નથી) પણ વર્તની જ છે સત્યમાર્ગ જ છે. કારણ કે તે નાના રસ્તા વડે તેવી રીતે પંથ કાપવાથી જ તે યથાર્થ રસ્તે અવતાર પામે છે. તેવી જ રીતે લૌકિકધર્મ કરતો આ પ્રાથમિક પુરૂષ પણ નિશ્ચયનયની દૃષ્ટિએ તો ધર્માભિમુખતા વૃદ્ધિ પામતાં કાળાન્તરે યથાર્થ માર્ગે આવનાર જ છે. માટે લૌકિકધર્મ સમજાવવો તે પણ (ઉન્માર્ગ નથી પરંતુ) માર્ગ જ છે. આ વાત ઘણી ગંભીરતાથી સમજવા જેવી છે. આ બાબતમાં આપણા મનમાન્યા કેટલાય કદાગ્રહો આપણે ત્યજી દેવા જોઈએ.
આ જ કારણથી શાસ્ત્રમાં અન્યત્ર કહ્યું છે કે યોગિ મહાત્માઓની ધર્મદેશના અભિપ્રાયપૂર્વકની હોય છે. જ્યાં જે આત્માઓ જે રીતે મોક્ષમાર્ગાભિમુખ થાય તેવા અભિપ્રાયવાળી ધર્મદેશના આપે છે. કારણ કે અત્તે તો મોક્ષ જ ઉપેય (પ્રાપ્તવ્ય) છે. માટે ઉપય એવા મોક્ષના સાધન તરીકે ઉપાય રૂપ ધર્મદેશના પણ એવી આપે છે કે જે કાળાન્તરે તે ધર્મદેશના રૂપ ઉપાય ઉપયસ્વરૂપે જ પરિણામ પામે. મોક્ષ આપીને જ જંપે. તેથી જ બોધિસત્ત્વ જીવોની (એટલે અપુનર્બન્ધક અને સમ્યગ્દષ્ટિ જીવોની) અયોગ્ય ચર્યા પણ (એટલે કે માર્ગાભિમુખ એવું ઉન્માર્ગ ગમન પણ) કાલાન્તરે સત્યમાર્ગે ચડાવનાર હોવાથી ચર્યા જ કહેવાય છે. આવર્તની પણ વર્તની જ કહેવાય છે. કાલાન્તરે તેવું ફળ આપનાર છે માટે નિશ્વયથી અવર્તની તે અવર્તની
| nયોગથ૦ + ૯ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org