________________
સતત ધર્મોપદેશ આપવો તે જ ગુરુજીનું સ્વકર્તવ્ય બને છે. આવી પરમોપકારી વાણી સાંભળવાથી આત્મહિત પામેલા વિનીતશિષ્યો જ ગુરુજીની શું સેવા કરી છુટીએ એવી ભાવનાથી વાસિત થયેલા તેઓ ગુરુજીનાં સઘળાં કાર્યો ઉપાડી લે છે. ગુરુજીને ધર્મોપદેશ આપવામાં સમયની અલના ન થાય એટલે ગુરુજીનાં સર્વ કાર્યો ભક્તિભાવે કરવા શિષ્યવર્ગ કાયમ ઉત્કંઠિત હોય છે. પરંતુ ગુરુજી પોતાનાં કાર્યો શિષ્યો પાસે કરાવવા સર્વથા નિઃસ્પૃહ હોય છે. જેથી પરસ્પર કદાપિ ફ્લેશ થતો જ નથી. શિષ્યોને આજ્ઞા કરવી તેમાં આશાપનિકી ક્રિયા રૂપ આશ્રવ છે. અને સમયોચિત ધર્મક્રિયા કરવા માટે અનુમતિ માગવી, અને સંમતિ આપવી તે ઈચ્છકાર સમાચારી છે. ચંદનબાળા અને મૃગાવતીજીમાં પ્રભુની વાણી સાંભળવામાં લીન થયેલાં શિષ્યાને ગુરજીએ ઉઠવાની આશા ન કરી, અને મકાનમાં મોડાં આવતાં ઉચિત સમયનું ધ્યાન ન રાખવા બદલ ઠપકો આપ્યો. એનો મર્મ એવો છે કે ક્યા ક્યા સમયે અમારે શું શું કરવું ? તેના જ્ઞાન અને વિવેકથી પરિપૂર્ણ શિષ્યો હોય છે. માત્ર મોહાવેશથી ક્ષતિ ન આવે માટે ગુરુજીની પાસે અનુમતિ માગે છે. અને યોગ્ય લાગે તો ગુરુજી સમ્મતિ આપે છે. પરંતુ ગરજી આજ્ઞા કરતા નથી કે શિષ્યો પાસે કામ કરાવવાની વૃત્તિ રાખતા નથી. નિઃસ્પૃહ હોય છે. આવો જૈનશાસનનો અપૂર્વ માર્ગ છે. માટે જ તમામ ધર્મક્રિયાઓમાં “ઈચ્છાકારેણ સંદિસહ ભગવ” પદ બોલવા પૂર્વક આદેશ માગવામાં આવે છે. તેથી જ પાંચસો - પાંચસો શિષ્યો સાથે ગુરુજી વિચરે તો પણ તેમના માથે ભાર હોતો નથી. કારણ સૌ શિષ્યો પોતપોતાના કર્તવ્યથી જાણકાર અને પ્રવીણ હોય છે. માટે ગુરુજીએ અવશ્ય ઉપદેશ આપવાનું જ કાર્ય સતત મુખ્યત્વે કરવું જોઈએ.
ઉપદેશ આપતાં ખરેખર જીવોની અંતરંગ પરિણતિ જાણવી જોઈએ તો જ તેતે જીવોને યોગ્ય ઉપદેશ આપી શકાય, પરંતુ ગુરુજીછધસ્થ હોવાથી અંતરંગપરિણતિ જાણવા અસમર્થ છે. માટે બાહ્યલિંગો દ્વારા અંતરંગ પરિણતિ જાણવા પ્રયત્ન કરવો. તીવ્રભાવે પાપાકરણ, નમ્ર સ્વભાવ, તત્ત્વ જાણવાની તમન્ના, પોતાનાથી થઈ જતા પાપોની અતિવેદના, વારંવાર થતી પાપની ગર્તા, તેમના સાથીઓ પાસેથી મળતી વાતો, ઈત્યાદિ લિંગો દ્વારા શ્રોતાઓની અંતરંગ પરિણતિની કલ્પના કરીને પછી યથાર્થ ઉપદેશ આપવો.
ઉપદેશ આપનાર વ્યક્તિ પોતે જ્ઞાની, વિવેકી, બોલવામાં કંટ્રોલવાળા, વાતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org