________________
(૪) પોતાના માનેલા દેવની પૂજા-પાઠ કરવાં, ભક્તિ-પ્રણામ કરવાં, તેઓની સ્તુતિ પ્રાર્થના-નમન-વંદન કરવાં, વારંવાર પોતાના દેવના મંદિરે જવું. પછી ભલે તે શંકર - કૃષ્ણ - રામચંદ્રજી - હનુમાનજી ઈત્યાદિ દેવ મનાયા હોય, તો પણ તે છોડાવવા હમણાં પ્રયત્ન ન કરવો. મનમાં ઠસેલી દેવબુદ્ધિને સ્થિર કરાવવી.
(૫) પોતાને ઘેર આવેલા, પોળમાં, ગલીમાં, કે શેરીમાં આવેલા, અથવા ગામમાં આવેલા અતિથિની (મહેમાનની – તપસ્વીની - મહાત્માની) સેવા – ભક્તિ કરવી. બાવો આવે તોપણ ચપટી લોટ આપવો, કોઈપણ સંત આવે તો જમાડવા, ભક્તિ કરવી, પ્રણામ કરવા - સુખસાતા પુછવી, બેઠક - સ્થાન આપવું પરંતુ મોઢું બગાડવું નહિ, આવેલા આ અતિથિ ક્યારે જાય ? આપણે ક્યારે છુટા થઈએ ? એવું ઈચ્છવું નહીં.
-
(૬) દીન – ગરીબ – લાચાર, દુ:ખી – લુલાં – લંગડાં, વાત-પિત્તાદિ રોગવાળાં પ્રાણીઓ, દરિદ્રી - નિર્ધન, આત્માઓને યથાશક્તિ દાનાદિ આપવાં, દવાખાનાં ખોલાવવાં, દવાખાનાના દર્દીઓને ફળ-ફ્રુટાદિનો આહાર આપવો, કોઈને લાઈને ચડાવવા. વધેલો આહાર ભિક્ષુકોને આપવો, પંખીઓને દાણા નાખવા, પશુઓને પાણી પાવાં, અવાડાઓ બાંધવા બંધાવવા, ઈત્યાદિ કાર્યો કરવાં.
(૭)તપસ્વીઓની ભક્તિ કરવી, પારણાં કરાવવાં,આગળ-પાછળ જમણવાર ક૨વો, તપસ્વીઓને જે દિવસે અને જે ટાઈમે જમવાનું હોય ત્યારે યથાશક્તિ ઘરનું ભોજન અથવા એક-બે વસ્તુ લાવીને પણ આપવી, ઈત્યાદિ.
(૮) આદિ શબ્દથી રાત્રિભોજન ઘણી જ જીવહિંસાનું કારણ છે. અંધકાર અને શીત વાતાવરણના લીધે અનેક સૂક્ષ્મ જીવો ભોજનમાં આવે, અનેક જીવોની હિંસા થાય, અનેક રોગો થાય, માટે આવું ભોજન વર્જી દેવું.
આવો ઉપદેશ આપવો, લૌકિક ધર્મમાર્ગમાં સ્થિર થાય તેવો ઉપદેશ આપવો જો ધર્મસંશા હૃદયમાં બેસી હશે તો કાળાન્તરે તે સંજ્ઞા વૃદ્ધિ પામતાં યથાર્થમાર્ગે આવશે. માટે વિધાયકાત્મકભાવે ધર્મોપદેશ સામાન્યથી કરવો. પરંતુ તે જીવો હજુ મંદ મિથ્યાત્વમાં વર્તનારા હોવાથી વિક્ષેપણી કથાવિશેષ દ્વારા ધર્મોપદેશ ન આપવો. મિથ્યાત્વીઓનો ધર્મ ખોટો છે. રામ - કૃષ્ણ - શંકર આદિ દેવો નથી, ભગવાન નથી, ઈત્યાદિ તેણે માનેલા ધર્મના ખંડનાત્મક પદ્ધતિથી ધર્મોપદેશ ન આપવો. કારણ કે તેવો ઉપદેશ આપવાથી વક્તા પ્રત્યે તે જીવો અપ્રીતિવાળા બને, સાંભળવા
Jain Education International:
For Private & Personal Use Only
www.jainelibrary.org