________________
આત્મહિતનું જ્ઞાન પ્રાપ્ત કરું, ઇત્યાદિ ઉત્તમોત્તમ ભાવો પ્રાપ્ત કરવામાં તીર્થકર પ્રભુનાં વચનોનો ઉપદેશ જ મહા આલંબન રૂપ છે. આવા આલંબનથી શુભ પરિણતિવાળો જીવ આગળ વિકાસ પામે છે. કોઈ જીવ ત્યાં અતિશય સ્થિર થાય છે. અને કોઈ જીવ આવી શુભ પરિણતિ ન પામ્યો હોય તો પ્રાપ્ત કરે છે.
રસ્તે ચડેલાને રોડરસ્તો, રસ્તામાં આવતી લાઈટો, રસ્તામાં આવતાં માર્ગદર્શક પાટીયાં, અને વિવિધ નિશાનીયો ચાલવામાં સહાયક થાય છે. તેમ અપુનર્બન્ધકાવસ્થા આવ્યા પછી વીતરાગ સુધીની અવસ્થાનો પંથ કાપવામાં તીર્થકરપ્રભુની વાણીનું શ્રવણ આત્માને વારંવાર મોહદશાથી જાગૃત રાખે છે. અહીં વંકચૂલ, હરિબલમચ્છી, નયસારનો જીવ, રોહીણીઓ ચોર, ચીલાતીપુત્ર ઈત્યાદિ પાપિષ્ઠ આત્માઓ પણ અનાયાસે સંભળાયેલી વાણીથી પણ આત્મહિત કરનારા બન્યા છે. જેનાં દૃષ્ટાન્તો અહીં વિસ્તારથી સ્વયં સમજી લેવાં. શાસ્ત્રોમાં પણ સ્વયંબુદ્ધ કરતાં પ્રત્યેકબુદ્ધ, અને પ્રત્યેકબુદ્ધ કરતાં બુદ્ધબોધિત જીવો અનંતગુણા કહ્યા છે. જો કે ઈલાચી આદિની જેમ દૂરથી મુનિને વહોરતા દેખી સ્વયં વૈરાગ્ય પામી કેવળજ્ઞાન પામે તેવા જીવો પણ આ સંસારમાં હોય છે. પરંતુ તે અપવાદરૂપ ક્વચિત જ હોય છે. નિશાળમાં ભણ્યા વિના ઘેર ભણીને પણ પરીક્ષા આપી પાસ થનારા જીવો ક્વચિત્ હોય છે. પરંતુ તેથી નીશાળે ભણવા જવાનો વ્યવહાર બંધ કરાતો નથી. કોઈ લોટરીની ટીકીટ લાગવાથી કે દાટેલું ધન મળી જવાથી અનાયાસે પણ ધનવાન થતા જગતમાં દેખાય છે. પરંતુ તેથી કમાવા માટેનો વ્યવસાય બધા માટે બંધ કરાતો નથી. તેમ કોઈક બાહ્ય આલંબન વિના પણ આત્મ હિત પામે છે. તેથી એ રાજમાર્ગ થતો. નથી. રાજમાર્ગ તો વારંવાર જિનવચનશ્રવણ કરતાં કરતાં જ પ્રાપ્ત વૈરાગ્ય ટકે છે અને વૃદ્ધિ પામે છે. તથા અપ્રાપ્તને વૈરાગ્યપ્રાપ્તિ થાય છે. માટે આવા યોગના અધિકારી જીવોની પોતપોતાને ઉચિત તે તે ધર્મકાર્યમાં જે જે પ્રવૃત્તિ થાય છે. તે પ્રાયઃ ઘણું કરીને જિનવચનના ઉપદેશથી જ થાય છે.
આ જિનવચનના ઉપદેશનું શ્રવણ જ આત્માનું અજ્ઞાન દૂર કરે છે. જ્ઞાની - વિવેકી - સંયમી બનાવે છે. કર્તવ્યાકર્તવ્યનું ભાન કરાવે છે. ચૈત્યવંદન, ગુરુવંદન, ત્રિકાળપૂજા, અતિથિસત્કાર આદિ ધર્મકાર્યોમાં લીન બનાવે છે. યથાર્થ આત્મહિતના વક્તા તરફ અતિશય બહુમાન ઉત્પન્ન કરાવે છે. આવા ઉત્તમોત્તમ ગુણોની પ્રાપ્તિ કરાવવાની શક્તિ જિનેશ્વરની વાણીમાં જ છે. કારણ કે તે વક્તા સર્વજ્ઞ, વીતરાગ,
યોગ બને છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org