________________
ટીકાનુવાદ :- અનાદિકાલીન તીવ્રમોહનીય કર્મના જોરે આ જીવને સ્ત્રીપુત્ર-ધન-ગૃહ-યશ-પ્રતિષ્ઠા આદિ પરભાવો પ્રત્યે તીવ્રરાગ વર્તે છે. અને પ્રતિકુલ એવા પરભાવો પ્રત્યે અને જ્ઞાનાદિ આત્મણો પ્રત્યે તીવ્ર દ્વેષ વર્તે છે. આ અચરમાવર્તવર્તી જીવની અવસ્થા છે. આ રાગ અને દ્વેષની ગાંઠ એવી મજબૂતઘન-અને તીવ્ર બનેલી છે કે જીવ તેને તુરત છોડી શકતો નથી. તેથી તે રાગ અને દ્વેષ ત્યજાવવાના હોવા છતાં પ્રારંભમાં તેનો વિષય બદલવો પડે છે. સ્ત્રી આદિ પ્રત્યે રાગને બદલે દેવ-ગુરુ ઉપર રાગ કરાવવો પડે છે. અને પ્રતિકુલ પૌગલિક ભાવોને બદલે આત્મહિતના બાધકભાવો ઉપર દ્વેષ કરાવવો પડે છે. પગમાં વાગેલો કાંટો કાઢવા માટે અને કાઢી નાખવા જેવી છે તોપણ સોય પ્રથમ નાખવી પડે છે. આ પ્રમાણે આત્મહિતકારક દેવ-ગુરુ આદિ ઉપર રાગ અને આત્મહિતનાં બાધકતત્ત્વો ઉપર દ્વેષ એ પણ પ્રારંભમાં ઉપકારક હોવાથી અન્ને હેય હોવા છતાં પણ કર્તવ્ય બને છે તે અપુનર્બન્ધાવસ્થાથી પ્રારંભીને સાતમા ગુણસ્થાનક સુધીની અવસ્થા જાણવી. આ ગુણસ્થાનકોમાં સામાયિકની પ્રાપ્તિ થાય છે. પરંતુ શાસ્ત્રોમાં નિષેધ કરેલાં અને આત્મહિતનાં બાધક, હેય એવાં પ્રાણાતિપાત-મૃષાવાદાદિપાપકાર્યો ઉપર કંઈક કંઈક (અલ્પ-અલ્પ માત્રાએ) પણ દ્વેષ વર્તે છે. અને શાસ્ત્રોમાં વિહિત એવા તપ-જ્ઞાન-સ્વાધ્યાય-ધ્યાનાદિ ધર્મકાર્યોમાં કંઈક કંઈક રાગભાવ વર્તે છે. અને તે કારણથી તે તે પાપકાર્યો કરનારા જીવો ઉપર પણ અલ્પદ્રેષભાવ અને ધર્મ કરનારા જીવો ઉપર પણ કંઈક રાગભાવ વર્તે છે. આ રાગ-દ્વેષના પરિણામને લીધે ઉત્સુકતા (અધીરતા-અસ્થિરતા-ઉતાવળ-તાલાવેલી) વિગેરે ભાવો પણ જીવમાં ઉત્પન્ન થાય છે. તેના કારણે શું બને છે ? “સમભાવ લક્ષણવાળું” જે સમતાસ્વરૂપ તાત્વિક સામાયિક છે તે અશુદ્ધ બને છે. કારણ કે આ પણ મોહનીયકર્મનો ક્ષયોપશમાનુવિદ્ધ ઉદય જ છે. ફક્ત અપ્રશસ્તભાવોને બદલે પ્રશસ્તભાવો પ્રત્યે મોહ હોવાથી તે પ્રારંભના (૧થી૭) ગુણસ્થાનકોમાં કર્તવ્ય બને છે. તે પણ ઉપરના (૮ થી ૧૪) ગુણસ્થાનકોની અપેક્ષાએ શુદ્ધસ્વરૂપને મલીન કરનાર હોવાથી અશુદ્ધ કહેવાય છે. આ પ્રમાણે મોહનીય કર્મનો ક્ષયોપશમ (ક્ષયોપશમભાવથી યુક્ત એવો ઔદયિકભાવ) ચિત્રવિચિત્ર હોવાથી આ સામાયિક તે અશુદ્ધ સામાયિક કહેવાય છે.
પરંતુ પ્રતિષિદ્ધ અને વિહિત એમ ઉભયભાવો પ્રત્યે, અને તે તે કાર્યો કરનારા જીવો પ્રત્યે સમભાવ-તટસ્થભાવ-મધ્યસ્થભાવ રાખવાથી નિર્મળ યથાવસ્થિત (જેવું ભગવન્તોએ કહ્યું છે તેવું યથાર્થ) શુદ્ધ સામાયિક થાય છે. આ દશા આત્માને જ્યારે
યોગશા કપડે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org