________________
છે. પરંતુ તીવ્રભાવનો અભાવ - મનમાં ઉગ તે મોક્ષાભિમુખતાનું કારણ છે. માટે યોગ કહેવાય છે. જે આત્માઓ હજુ પરમાર્થે જૈનધર્મ નથી પામ્યા પરંતુ મંદમિથ્યાત્વી બન્યા છે તેઓ દ્વારા કરાતાં ધર્માનુષ્ઠાનોમાં પણ પાપકરણ પ્રત્યે જે તીવ્રભાવનો અભાવ છે. સંસારને ભયંકર દુઃખદાયી માનવાનો જે પરિણામ છે. તથા ભૂમિકાને ઉચિત જ આચરણ કરવાનો જે પરિણામ છે. તે પરિણામ પણ પરંપરાએ મોક્ષના કારણનું પણ કારણ હોવાથી મોક્ષબીજ છે. માટે યોગ કહેવાય છે.
આ ધર્માનુષ્ઠાનો વિશિષ્ટમ્ - કેવા પ્રકારનાં હોય તો યોગ કહેવાય છે? તે આચાર્યશ્રી જણાવે છે કે – તીર્થંકરપ્રભુની આજ્ઞારૂપ જે અમૃત, તેનાથી યુક્ત હોય તો તે યોગ કહેવાય છે.
પ્રશ્ન - જે આત્માઓ જૈનધર્મ પામ્યા નથી. પરંતુ મંદમિથ્યાત્વી બન્યા છે તે જૈન ન બનેલા હોવાથી આજ્ઞાયોગ તેમનામાં નથી. તો પછી તેવા આત્માઓનાં ધર્માનુષ્ઠાનોને પણ યોગ કહેવાય એવું ઉપર સમજાવવામાં આવ્યું. તે કેમ ઘટે?
ઉત્તર :- પ્રશ્ન વાજબી છે. પરંતુ આવા મંદમિથ્યાત્વી થયેલા આત્માઓમાં (૧) કઠોર પાપ ન જ કરાય, (૨) મંદપાપ કદાચ કરવાં પડે તોપણ તીવ્રભાવે ન કરાય, (૩) કોઈ પણ જીવની હિંસા ન કરાય, (૪) આ સંસાર ઘોર હોવાથી પ્રાપ્ત સંજોગોને બહુમાન ન અપાય, (૫) મારે ઉચિત ધર્માચરણ કરવું જ જોઈએ, (૬) માનવ ભવ દુષ્કર છે. (૭) પુનઃ પુનઃ આવા ધર્મસંયોગો મળતા નથી. ઈત્યાદિ ઉત્તમ અધ્યવસાયો પ્રાપ્ત થવા એ જ તેવા પ્રકારના પૂર્વબદ્ધ કર્મોની લઘુતા થવા રૂપ આત્માની જે નિર્મળ પરિણતિ છે તે પરિણતિ જ ભાવથી અંતરંગ આજ્ઞાયોગ રૂપે સિદ્ધ છે એમ જાણવું. “તેવા પ્રકારના કર્મોની લઘુતા થવા રૂપ આત્માની જે નિર્મળ પરિણતિ એ જ આજ્ઞા રૂપ અમૃત સંયોગ છે. અને એ જ સાચું અંતરંગ આજ્ઞાયોગ રૂપ મોક્ષનું અંગ છે. જે બાહ્યથી જૈનધર્મ પામ્યા છે અર્થાત જૈન છે તેઓમાં આવેલ બાહ્ય આજ્ઞાયોગ પણ ઉપરોક્ત નિર્મળપરિણતિ રૂપ અંતરંગ આજ્ઞાયોગનું કારણ છે. માટે જ પ્રશંસનીય છે. તો તે અંતરંગ આજ્ઞા યોગ મંદમિથ્યાત્વીમાં પણ છે. માટે તેમાં પણ આજ્ઞામૃતસંયોગ છે. એમ વિદ્વાન પુરુષોનું કહેવું છે.” તેથી ફલિતાર્થ શું થયો? તે જણાવે છે કે જે જે આત્માઓ અપુનર્બન્ધકાદિ
આ પોગરા જલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org